દુઃખદ: ફરજ દરમિયાન જ ગિરીશભાઈ રાઠોડ શહીદ થયા, હાર્ટઅટેક આવતા નિધન થયું, આખું ગામ હીબકે ચડ્યું

ભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના સાવડા ગામના એક જવાન શહીદ થયા છે. આજે તેમના ગામમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. તેમની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું છે અને ‘શહીદ જવાન તુમ અમર રહો’ના નારા સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાવડા ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતા ગિરીશભાઈ રાઠોડ બંગાળમાં ફરજ બજાવતા હતા. ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે જીવલેણ સાબિત થયો હતો. સાવડા ગામમાં જવાનના નિધનના સમાચાર મળતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. શાહિદ ગિરીશભાઈનો પાર્થિવ દેહને આજે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આવતીકાલે સાવડા ગામમાં માનભેર અંતિમ વિદાય આપવામાં આવશે.

સાવડા ગામે રહેતા સોમાભાઇ અને તેમના વાઈફ ખેતીકામ કરી છે અને પોતાનુ ગુજરાન ચલાવે છે. જ્યારે એમને સંતાનમાં ત્રણ દીકરાઓ જ હતા. સૌથી મોટો પુત્ર નરેશ મીસ્ત્રીનું કામકાજ કરે છે અને નાનો પુત્ર પાટડી દવાખાનામાં નોકરી કરે છે. અને બીજા નંબરના દીકરા જે શહીદ થયા તેઓ આર્મીમાં ફરજ બજાવતા હતા..

YC