મુંબઈમાં ગુજરાતી પટેલ બિલ્ડરને ધ્રુજાવી નાંખતે તેવું મોત આપ્યું, કારમાં ગોળીઓ ધરબી દીધી જુઓ
ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર દેશમાંથી કે વિદેશમાંથી પણ ગુજરાતીઓની હત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં લૂંટના ઇરાદે કે પછી અન્ય કારણોસર હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક હત્યાનો કિસ્સો નવી મુંબઇમાંથી સામે આવ્યો છે. જેમાં કચ્છના રાપરનાં 56 વર્ષના ઉદ્યોગપતિ સવજી ગોકર મંજેરીની ઘાતકી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. નવી મુંબઈમાં બુધવારના રોજ સાંજે પાટીદાર અગ્રણી અને બિલ્ડર સવજી ગોકર મંજેરીની તેમની જ કારમાં ચાર-ચાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
ત્યારે હવે આ ઘટના બાદ પાટીદાર સમાજમાં પણ શોકની સાથે સાથે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ કચ્છના રાપરના સાંય ગામના રહેવાસી અને હાલ મુંબઈના નેરુલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સવજી ગોકર મંજેરી 15 માર્ચ બુધવારના રોજ સાંજે 5.30-6 વાગ્યા આસપાસ નેરુલ સેક્ટર 6 અપના બજાર પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા,

આ દરમિયાન જ તેમની કાર મોટરસાયકલ પર આવેલા 2 શખ્સોએ અટકાવી અને તેઓ કંઇ બોલે અથવા તો સમજી શકે એ પહેલા જ બંને શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ ઘટનાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ જ્યારે પોલીસને થઇ ત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. એવું અનુમાન છે કે, આ હત્યા જમીનની લેવડદેવડ, મિલકત કે અન્ય નાણાકીય લેવડદેવડને કારણે થઇ છે.

મૃતક ઇમ્પીરિયા ગ્રુપના માલિક હતા.તેમના પર થોડા મહિના પહેલા મુંબઈ મધ્યે છેડતીનો કેસ પણ નોંધાયો હતો. જે બાબતે રાપરના નરસી સરૈયા (પટેલ) પર મહિના પછી રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો અને તે પણ તેમણે જ કરાવ્યો હોવાનો આરોપ મુકાયો હતો. આ ઉપરાંત એકાદ મહિના પહેલા તેમણે વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્તાવેજ બનાવી વેચી મરાઇ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી.