ભારત વર્ષમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતના લોકો ગાયને માતા કહીને સંબોધિત કરે છે. ગાયને હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. લોકો ગાયની પૂજા પણ કરતા હોય છે.
પૌરાણિક માન્યતા અનુસાર, ગાયને રોટલી આપવાથી કે ગાયનું પાલન-પોષણ કરવું શુભ માનવામાં આવે છે. ગાય એક એવું પશુ જે ભારતના રસ્તા પર આસાનીથી જોવા મળે છે. સામાન્ય રીતે તો ગાય રસ્તા પર ઘૂમતી જોવા મળે છે.શું તમે ક્યારે પણ જોયું છે કે, ગાય ઘરમાં કે દુકાનમાં જોવા મળે ? ગાય ક્યારે પણ કોઈના ઘર કે દુકાનની અંદર જોવા નથી મળતી. પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આંધ્રપ્રદેશના મયદુકરમાં એક કપડાંની દુકાન છે. જ્યાં એક ગાય દરરોજ આવી બેસીને ચાલી જાય છે. ગાય છેલ્લા 8 મહિનાથી દરરોજ આવી રહી છે.
આ ગાય કપડાંની દુકાનની અંદર 2થી 3 કલાક ગાદલા પર આરામ ફરમાવે છે. આ દુકાન માલિકની ખાસ વાત એ છે કે, ગાય આવવાથી દુકાન માલિકને કોઈ વાંધો નથી. ગાય જયારે દુકાનમાં આવે છે ત્યારે દુકાન માલિક ખાસ ગાય માટે ગાદલું અથવા ચાદર પાથરી દે છે. ત્યારબાદ ગાય તેની પર બેસીને આરામ ફરમાવે છે.

મીડિયા સાથેની વાતચીતમાં દુકાનના મલિક ઓબૈયાએ જણાવ્યું હતું કે, ગાય કોઈ પણ રીતે અન્ય વ્યક્તિને નુકસાન નથી પહોંચાડતી. એટલું જ નહીં ગાય દુકાનની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી પણ નથી કરતી. વધુમાં દુકાન માલિકે જણાવ્યું હતું કે, ગાયનો આવવાનો સમય પણ નિશ્ચિત જ છે. ગાય દુકાને આવતા કૌતુહુલનો વિષય તો છે જ પણ સારું પણ લાગે છે.
દુકાન માલિકે વધુમાં જણાવ્યું હતું કે, ગાય દુકાનમાં આવી ગયા બાદ તેના માટે ચારાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, તો ગાયની પૂજા પણ કરવામાં આવે છે. ગાયના આવવાથી અમને પણ ફાયદો થાય છે. ગાયને દુકાનની અંદર જૉઇને લોકોની દિલચસ્પી વધી જાય છે ગ્રાહકો વારંવાર દુકાનમાં આવે છે. ઘણા ગ્રાહકો ગાયની પૂજા કરી તેને વસ્ત્ર પણ અર્પણ કરે છે.
દર્શકોના જણાવ્યા અનુસાર, દુકાનના નામથી ઓછું પણ ‘ગાય વાળી દુકાન’ના નામથી કપડાંની દુકાનમાં લોકો જવા લાગ્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.