ખબર

યુનિફોર્મ પહેરેલા પિતાને જવાથી રોકી રહ્યો હતો દીકરો, પોલીસવાળાનો દીકરા સાથેનો ઈમોશનલ વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર પોલીસવાળા અને તેમના દીકરાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લગભગ 3 વર્ષનો બાળક પોતાના પિતાના પગ પકડીને રડી રહ્યો છે અને પોતાના પિતાને ડ્યુટી પર જવાથી રોકી રહ્યો છે. જયારે તેના પિતા વારંવાર તેને પોતાના પગથી છોડાવવાની કોશિશ કરી રહયા છે અને કહી રહયા છે કે દીકરા જલ્દી આવી જઈશ, પરંતુ બાળક પોતાના પિતાને જવા નથી દઈ રહ્યો. આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને લોકો આ વિડીયો પર ભાવુક પ્રતિક્રિયાઓ પણ આપી રહયા છે.

Image Source

શનિવારે ટ્વીટર પર ઓરિસ્સા પોલીસના સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક અરુણ બોથરાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું, ‘આ પોલીસની નોકરીન સૌથી મુશ્કેલ ભાગ છે. લાંબા અને અનિયમિત કામના કલાકોના કારણે પોલીસવાળાઓએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.’ ભાવુક મેસેજ સાથે યુઝર્સ આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહયા છે.

આ વીડિયોને શેર કરતા એક વ્યક્તિએ લખ્યું, ‘પોતાના દુઃખોને ભુલાવીને બીજાના દુઃખો દૂર કરનાર લોકો મહાન હોય છે.’ બીજા યુઝરે લખ્યું – ‘પોલીસવાળા અને તેમના પરિવારને મારા સલામ.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks