સુરતમાં 25 વર્ષના યુવકને અચાનક ઉપડ્યો છાતીમાં દુઃખાવો, હોસ્પિટલ લઇ જતા ડોકટરોએ આપ્યા 150થી વધુ CPR, છતાં પણ જીવ ના બચાવી શકાયો

સુરતમાં વધુ એક યુવકને ભરખી ગયો હાર્ટ એટેક, 25 વર્ષની ઉંમરમાં જ યુવકના નિધનથી પરિવારમાં છવાયો માતમ….

A 25-year-old man died of a heart attack :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટતા હોય છે.  હાર્ટ એટેકથી મોત થવાના મામલામાં ખાસ કરીને યુવાનોનો સમાવેશ થાય છે. તેઓ જિમમાં કસરત કરવા દરમિયાન કે વૉક કરતા કરતા કે રમત રમતા રમતા પણ ઢળી પડે છે અને તેમનું હાર્ટ એટેકથી મોત થતું હોય છે. ત્યારે સુરતમાંથી પણ આવા ઘણા મામલાઓ સામે આવી ચુક્યા છે. હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં એક 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

ડોક્ટરોએ કર્યા ખુબ પ્રયાસ :

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતના ઉધના પ્રભુનગર વિસ્તારમાં રહેતો અને ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 27 વર્ષીય સંજય ચૌહાણની અચાનક તબિયત ખરાબ થઇ હતી. તેને છાતીમાં દુઃખાવો ઉપાડ્યો હતો. ગત રોજ નાહીને બેઠા બાદ તેને આ સમસ્યા થઇ હતી. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોના અઢળક પ્રયાસો છતાં સંજયનો જીવ બચાવી ના શકાયો.

30 મિનિટમાં આપ્યા 150થી વધુ CPR :

તબીબો દ્વારા સંજયને 30 મિનિટમાં જ 150થી વધુ CPR આપવામાં આવ્યા હતા અને અનેક ઇમરજન્સી ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. તે છતાં પણ તેનો જીવ ના બચી શકતા ડોકટરો પણ આઘાતમાં આવી ગયા હતા. સીપીઆર આપતી વખતે દર્દીના પલ્સ જનરેટ થતા હતા અને ફરી જતા રહેતા હતા. પલ્સ ઉપર નીચે થતા હોવાથી ડોક્ટરોને એક આશા હતી કે દર્દીને મોતના મુખમાંથી બહાર કાઢી શકાશે, જેને લઈ રેસિડેન્ટ તબીબ જ નહીં પણ ઇન્ટન અને નર્સિંગ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ એ પણ સતત CPR આપ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

યુવકના મોતથી પરિવારમાં માતમ :

સંજયનું આમ 25 વર્ષની ઉંમરમાં જ આકાળે નિધન થવાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. તે પોતાના બે ભાઈ અને બહેન તેમજ માતા પિતા સાથે રહેતો હતો અને ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે તેનું નિધન તેના પરિવાર માટે કારમાં ઘા સમાન બની ગયું છે. રાજ્યમાંથી સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ પણ હવે ચિંતાનો વિષય બન્યા છે.

Niraj Patel