ગુજરાતમાં હાર્ટ એટેકે લીધો વધુ એક કિશોરીનો જીવ, અમરેલીમાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને ચાલુ પરીક્ષામાં જ ઉપડ્યો છાતીમાં દુખાવો, થયું મોત

અમરેલીમાં ચાલુ પરીક્ષામાં ધોરણ ૯ની વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત, પરીક્ષા ખંડમાં અચાનક ઢળી પડેલી સાક્ષીનું હાર્ટ ફરી ચાલુ થયું, પણ…

9th standard student died of heart attack in Amreli : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ખાસ નાની ઉંમરના લોકોને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે. સ્કૂલમાં ભણતા બાળકો પણ હવે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે અને તેમાં તેમના મોત થવાની ખબરો પણ સામે આવતી હોય છે. ત્યારે હાલ અમરેલીમાંથી પણ એક એવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.

પરીક્ષા દરમિયાન છાતીમાં ઉપડ્યો દુખાવો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીમાં આવેલ શાંતાબા ગજેરા વિદ્યાસંકુલ ધોરણ 9ની અંદર સાક્ષી રાજેસરા નામની વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી. ત્યારે તેની પિરક્ષા હોય તે પરીક્ષા આપવા માટે ઘરેથી આવી હતી. આ દરમિયાન ચાલુ પરીક્ષામાં જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ઢળી પડી હતી. જેના બાદ શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત  જાહેર કરી હતી.

તબીબોએ મૃત કહેર કરી :

સાક્ષી મૂળ જસદણ તાલુકાના વિછિયા ગામની રહેવાવાસી હતી અને અમરેલીના શાંતાબા ગજેરા વિદ્યાસંકુલ ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે સાક્ષીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. સાક્ષીના મોત બાદ તેના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. તો શાળામાં પણ તેના આમ આંકલાએ હાર્ટ એટેકથી મોત થતા જ ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. જો કે તેના મોતનું સાચું કારણ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે.

લોકોમાં ભયનો માહોલ :

ત્યારે ગુજરાતમાં આમ ઓછી ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવવાનો વધુ એક મામલો સામે આવતા જ લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે, બે દિવસ પહેલા જ ભરૂચમાં પણ ધોરણ 4માં અભ્યાસ કરતી એક 10 વર્ષની વિદ્યાર્થીનીનું પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઉપરાંત સુરતમાં પણ એક 25 વર્ષના યુવકને હાર્ટ એટેક ભરખી ગયો હતો. જેના બાદ હવે અમરેલીમાંથી પણ આ ઘટના સામે આવતા લોકો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Niraj Patel