માઁ સિદ્ધિદાત્રી (નવમું નોરતું) : સપનામાં પણ નહી વિચારી હોય એવી 8 સિદ્ધિઓ આ એક મંત્રથી મળી જશે! વાંચવા ક્લીક કરો

0
Advertisement

મહાનવરાત્રીનું પાવન પર્વ વિદાય લે છે. નવરાત્રીનું નવમું નોરતું અર્થાત્ અંતિમ નોરતું એટલે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવાનો દિવસ. નવરાત્રીનો છેલ્લો દિવસ નવદુર્ગાનાં નવમાં સ્વરૂપ એવાં માતા સિદ્ધિદાત્રીનાં નામે છે. જે આજના દિવસે માતાને હ્રદયથી યાદ કરે એને માટે જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખૂલી જાય છે!

કેવું છે માનું રૂપ? —

માતા સિદ્ધિદાત્રી કમળ અથવા સિંહ પર સવાર હોય છે. અલૌકિક મુખકાંતિ ધરાવતું એમનું દર્શન પાવનકારી છે. માતાને ચાર હાથ છે, જેમાં ચક્ર, ગદા, શંખ અને કમળ રહેલ છે. માતાનું આ રૂપ કલ્યાણ આપનારું છે.

‘સિદ્ધિદાત્રી’ આપે છે આવી સિદ્ધિઓ! —

માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું જ એક રૂપ છે. સિદ્ધિદાત્રી નામ જ જણાવે છે કે, તેમનું ભજન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સિદ્ધિઓની આપનારી એટલે સિદ્ધિદાત્રી! માતાના જાપ કરવાથી સાધકનું મન સંસારની તુચ્છ ગણાતી વસ્તુઓથી પર ઉઠીમે પરમ સાંત્વનાનો ભાવ અનુભવે છે.

સિદ્ધિઓ આઠ છે : (1) અણિમા (2) ગરિમા (3) મહિમા (4) લધિમા (5) પ્રાપ્તિ (6) પ્રાકામ્ય (7) ઈશિત્વ (8) વશિત્વ. આમ, કુલ ૮ સિદ્ધિઓ માતાની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓ મળે એનાથી વધારે મોટું કોઈ વરદાન હોય જ ના શકે! માર્કંડેયપુરાણમાં આ આઠ સિદ્ધિઓ વિશે વર્ણન છે.

માતાની સાધના તરાવે છે ભવપાર —

આઠ દિવસ તો લોકોએ માતાની પૂજા કરી જ હોય છે. નવમે દિવસે પણ આ જ પ્રકારે પૂજા કરીને માતાજીના આશિર્વાદ મેળવી શકાય છે. માતા સિદ્ધિદાત્રીના આશિર્વાદ એટલે બેડોપાર! યાદ રાખો, કે માતાજીએ જ પોતાની આઠ સિદ્ધિઓ શિવને આપી હતી. અર્ધનારીશ્વરરૂપ શિવજીએ ધારણ કર્યું એ પણ સિદ્ધિદાત્રી માતાનો જ પ્રતાપ છે. માતાનો જાપ કરવાથી ભક્તના હરેક દુ:ખનો ધરમૂળો નાશ શક્ય છે. સંસારની મોહમાયા ભૂલીને પરમશાંતિનો, પરમ ચૈતન્યનો અનુભવ માતાના જાપ કરવાથી થાય છે.

નિર્વાણચક્ર —

આ દિવસે સાધકનું મન કપાળની મધ્યે આવેલાં નિર્વાણચક્રમાં સ્થિત થાય છે. બધું ધ્યાન માત્ર આ ચક્ર પર જ મેળવાય છે. આને પ્રતાપે ગજબની સ્ફૂર્તિ આવે છે. જગતનું કોઈ કામ સિદ્ધિદાત્રીની કૃપાથી અસંભવ નથી રહેતું. વિષયભોગ જેવી તુચ્છ લાલચાઓથી તે પર જતો રહે છે. આ શ્રેષ્ઠ ફળ છે, સૌથી શ્રેષ્ઠ!

મંત્રજાપ —

सिद्धगंधर्वयक्षाद्यैरसुरैरमरैरपि |
सेव्यमाना यदा भूयात् सिद्धिदा सिद्धिदायनी ||

“યા દેવી સર્વભૂતેષુ માઁ સિદ્ધિદાત્રીરૂપેણ સંસ્થિતા, નમસ્ત્યૈ નમસ્ત્યૈ નમસ્ત્યૈ નમો નમ: ||”

બીજમંત્ર : “હ્રીં ક્લીં ઐં સિદ્ધિયે નમ: |”

જય હો માઁ સિદ્ધિદાત્રી!
જય અંબે – જય જગદંબે!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here