ખબર

તો શું આકરૂ લોકડાઉન કામ કરી ગયું, છેલ્લા 24 કલાકમાં ઓછા કેસો નોંધાયા- જાણો બધી વિગત

કોવિડ 19એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે એવામાં રોજના હજારો લોકો મારી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં કોવિડ 19 ના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે 191 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ કેસ 9,592 અને મૃત્યુઆંક 586 થઈ ગયો છે. જ્યારે કુલ 3753 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 38.33 ટકા થયો છે.

ગુજરાતમાં વધેલા આજના કેસો વિશે વાત કરીએ તો, અમદાવાદમાં 265 કેસ, વડોદરામાં 13, સુરતમાં 16, પાટણમાં 3, ભાવનગરમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 6, ગીર સોમનાથ 4, જામનગરમાં 3, અરવલ્લી અને મહીસાગરમાં એક એક, આણંદ 2, છોટા ઉદેપૂર 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આપણા રાજ્યમાં અત્યાર સુધી કોવિડ 19ના 124709 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 9592નો રિપોર્ટ પોઝિટિવ અને 115117નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કુલ 233051 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો સરકારી એસિલીટીમાં 9198 અને ખાનગી ફેસિલીટીમાં 617 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. આ કુલ રાજ્યભરમાં 242866 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.

ગુજરાતમાં ક્યાં કેટલા લોકો ડિસ્ચાર્જ થયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 135 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં 8, બનાસકાંઠામાં 5, બોટાદમાં 7, દાહોદમાં 6, ખેડામાં 4, પંચમહાલમાં 4, સાબરકાંઠામાં 2, સુરતમાં 12 અને વડોદરામાં 8 લોકોને હોસ્પિટલમાંથી ઘરે ગયા છે. રાજ્યમાં આમ છેલ્લા 24 કલાકમાં કુલ 191 લોકો સાજા થયા છે.