ઘણા લોકો ઉંમરની ભાર યુવાનઇ પણ હિંમ્મ્ત ખોઈ બેસ્ટ હોય છે, જીવનમાં મળતી કેટલીક નિષ્ફ્ળતાઓના કારણે પડી ભાગતા હોય છે, અને તેના કારણે જ તેઓ કંઈક નવું કરવાની હિમ્મત નથી કરતા પણ પોતાની હિમ્મત હારી જનાર લોકો માટે હાલ 94 વર્ષની ઉમંરના દાદીમા એક પ્રેરણા સમાન છે, જેમને 90 વર્ષની ઉંમરે વ્યવસાય કરવાનું વિચાર્યું આને આજે સફળતાની ટોચ ઉપર જઈને બેઠા છે.

આ વાર્તા છે અમૃતસર નજીક તરન-તારનમાં જન્મેલા હરભજન કૌર લગ્ન બાદ લુધિયાણા અને મારુતસરમાં રહ્યા, છેલ્લા 10 વર્ષ પહેલા જ તેમના પતિનું અવસાન થયું હતું, પતિના અવસાન બાદ તેઓ ચંડીગઢમાં તેમની દીકરીઓ સાથે રહેવા લાગ્યા. એક દિવસ તેમની દીકરીએ માતાની હાલત જણાવ એમ જ પૂછી લીધું કે: “તમને કોઈ ઈચ્છા બાકી તો નથી રહી ને? ક્યાંય આવવા જવાની? કંઈક કરવાની કે કઈ જોવાની? બાકી હોય તો જણાવી દો.”

હરભજન કૌર જાને આજ પ્રશ્નની લાંબા સમયથી રાહ જોતા હોય તેમ જવાબમાં તેમને કહ્યું: “બસ એક જ ઈચ્છા બાકી છે, મેં આટલી લાંબી ઉંમર વિતાવ્યા છતાં પણ મેં એક પૈસો નથી કમાયો” ત્યારે તેમની દીકરીને વાતની નવાઈ લાગી અને પૂછ્યું કે: “શું તમે આ કરી શકો છો? કેવી રીતે કમાવવા માંગો છો પહેલો રૂપિયો?”

આ વાતનો જવાબ જયારે 90 વર્ષની માટે આપ્યો એ જવાબ આપતા આજે પણ દીકરીનું ગળું ભરાઈ આવે છે. આંખોમાં આવતા આંસુઓ સાથે દીકરીને તેની માતાના વ્યવસાયના પ્લાનિંગ વિશે જણાવ્યું: “હું બેસનની બરફી બનાવી હસકુ છું, ઘરમાં ધીમા તાપે શેકેલા બેસનની મારા હાથની બરફી ખરીદનારૂં કોઈક તો મળી જ જશે…”

90 વર્ષની ઉંમરે હરભજને લીધેલા આ નિર્ણયને શાકાર આપવા પરિવારજનોએ ચંડીગઢમાં જ નજીક આવેલા સેક્ટર 18ના ઓર્ગેનિક બજારમાં તપાસ કરતા પહેલો 5 કિલો બરફીનો ઓર્ડર મળી ગયો. બરફી તો હાથોહાથ વેચાઈ ગઈ અને એ પહેલી આવકને પોતાના હાથમાં લેતા હરભજને કહ્યું હતું કે : “પોતાના કમાયેલા પૈસાની વાત જ કંઈક જુદી હોય છે.” પછી એ આવકને હરભજને ત્રણેય દીકરીઓમાં બરાબર વહેંચી દીધી.

ઘરના સભ્યોએ વિચાર્યું કે હવે માને શાંતિ થઇ ગઈ હશે, પરંતુ તેમને તો હવે પોતાની આ આવડતને આગળ વધારવાનું નક્કી કરી લીધું હતું. જોત જોતામાં જ ફળિયામાં, પાડોશમાં, ઓળખીતાઓમાં તેની બરફીનાં વખાણ થવા લાગ્યા, ધીમે ધીમે તેમને રસોઈમાં બીજી વસ્તુઓનો પણ વધારો કર્યો. બદામનો શરબત, દૂધીનો આઈસ્ક્રીમ, ટામેટાની ચટણી, દાળનો હળવો, અથાણું વગેરે હવે હરભનના લિસ્ટમાં ઉમેરવા લાગ્યું અને બહાર વેચાવવા પણ લાગી ગયું. હરભજનની ગતિ થોડી ધીમી હતી પરંતુ સ્વાદ લાજવાબ, જેના કારણે તેની બનાવટોની માંગ પણ વધતી ગઈ.

આજે હરભજનની ઉમર 94 વર્ષની થઇ ગઈ છે અને આજે તેના બર્ફીનો સ્વાદ આખા ચંડીગઢમાં ફેલાઈ ગયો છે. તેમને આ બરફી બનાવવાનું તેમના પિતા પાસેથી શીખ્યું હતું, 100 વર્ષથી પણ જૂનો સ્વાદ આજે પણ હયાત છે. હરભજન બધા જ કામ જાતે જ કરે છે, પરિવારના સભ્યોને પણ તેમના કામમાં દાખલ કરવાની મનાઈ છે.

થોડા સમય પહેલા મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કરીને આ 94 વર્ષના દાદીમાના સાહસને સલામ કર્યું હતું, તેમની ટ્વીટ બાદ હરભજન 94 વર્ષે સેલિબ્રિટી બની ગયા છે.
@anandmahindra 94-year-old, Harbhajan Kaur, from #Chandigarh who started making sweets four years back wanted to fulfill her long-term dream of earning by herself. Here is her story, full of hope and motivation pic.twitter.com/f3jXwAC03r ode !
Entrepreneur indeed !— DrMadhuTeckchandani (@msteckchandani) January 5, 2020
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.