ખબર

ભારતમાં અત્યાર સુધીમાં 1 દિવસના કોરોનાના કેસ, મોતનો આંકડો સૌથી મોટો- ધ્રુજાવી દીધા લોકોને

ભારતમાં કોરોનના કેસમાં ચિંતાજનક વધારો થતો જાય છે. ભારતમાં દરરોજ કેસમાં વધારો થતો જોવા મળે છે. વિશ્વમાં  કોરોના જેવી મહામારી 6,573,585ના કેસ નોંધાયા છે. જયારે વિશ્વમાં કોરોના જેવી મહામારી સામે 388,041 હારી ચુક્યા છે. તો 3,171,032 લોકો  કોરોના જેવી મહામારીને  મ્હાત આપી ચુક્યા છે. બુધવારે એકે જ દિવસમાં સૌથી વધુ 9566 કેસ ભારતમાં નોંધ્યા છે.

Image Source

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 2 લાખ 16 હજાર 919 થઈ ગઈ છે. અને 6,088 લોકોના મોત થયા છે. દેશભરમાં 1લાખ 4 હજાર 071 લોકો સારવાર બાદ સાજા થયા છે.


દેશમાં સૌથી વધારે 78,860 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 2,587 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં 25,872 દર્દીઓ સંક્રમિત થયા છે અને 208 લોકોના મોત થયા છે.

Image Source

રાજ્યમાં મહારાષ્ટ્રમાં બુધવાર 2560 દર્દીઓ મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતની સંખ્યા 74 હજાર 860 થઈ ગઈ છે. બિહાર રાજ્યમાં બુધવારે 230 પોઝિટિવ મળ્યા હતા.

Image Source

ઉત્તરપ્રદેશમાં બુધવારે 168 સંક્રમિત મળ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8588 થઈ છે. મધ્યપ્રદેશમાં બુધલારે 168 નવા પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 8588 થઈ ગઈ છે. સાથે મૃતકોનો આંકડો 371 થઈ ગયો છે. રાજસ્થાનમાં બુધવારે 279 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.