ઉડતા પ્લેન પર ઉભા રહીને 93 વર્ષની વૃદ્ધ દાદીએ કર્યુ એવું કારનામુ કે જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે

સલામ છે આ મહિલાના જુસ્સાને: 93 વર્ષની ઉંમરે ઉડતા પ્લેન પર ઉભા રહીને બતાવ્યું હુનર, જોરદાર પવન વચ્ચે પોતાને આવી રીતે સંભાળી

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પોતાનું હુનર દેખાડવા માટેનું માધ્યમ બની ગયું છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાનું ટેલેંટ દેખાડે છે જેથી તે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શકે અને ફેમસ થઇ શકે. ઘણા યુવાઓ સોશિયલ મીડિયા દ્વારા ફેમસ બની પણ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળે છે.જેમાના અમુક તો એવા હોય છે કે તેમને જોઈને પોતાની આંખો પર પણ વિશ્વાસ ન આવે. આવો જ એક 93 વર્ષની વૃદ્ધ મહિલાનો વિડીયો સામે આવ્યો છે.

જ્યા 60 વર્ષ પછી લોકોને હરવા-ફરવા, ઉઠવા-બેસવામાં પણ તકલીફ પડતી હોય છે એવામાં 93 વર્ષની ઉંમરે આ મહિલાએ એવુ કારનામુ કરી બતાવ્યુ કે તે આજે ચર્ચાનો વિષય બની ચુક્યુ છે. આ વિડીયો 93 વર્ષની બેટ્ટી બ્રોમેજ નામની અમેરિકાની મહિલાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ઉડતા પ્લેન પર ઉભેલી છે. પ્લેન હવામાં ડાઇવિંગ કરતા જમીન પર લેન્ડ કરે છે. જોરદાર પવન વચ્ચે મહિલાએ પોતાને ખુબ સારી રીતે સંભાળી છે. જો કે આ દરમિયાન મહિલાએ દરેક સેફટી પ્રટોકોલનું પણ પાલન કર્યું છે.

વીડિયો BBC Gloucestershire એ પોતાના ફેસબુક પર શેર કર્યો છે. મહિલાનો વિડીયો લોકોએ ખુબ પસંદ કર્યો છે અને તેનું આ ઉંમરે આવું કામ કરવા પર તેની પ્રંશસા કરી રહ્યા છે અને પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો કે બ્રોમેજ માટે આ હુનર દેખાડવું પહેલી વાર નથી પહેલા પણ તે આવું કરી ચુકી છે. બ્રોમેજે આ વખતે હાઇ ફ્લાઈંગ ચેલેન્જના આધારે વિંગ વોકરના રૂપમાં પાંચમી ઉડાણ પુરી કરી છે.

પોતાના અનુભવ વિશે વાત કરતા બ્રોમેજે જણાવ્યું કે તે ખુબ જ શાનદાર અનુભવ છે. બ્રોમેજે કહ્યુજ કે,”મેં ખુબ જ એન્જોય કર્યું. આ ખુબ જ રોમાંચક અને અલગ અનુભવ રહ્યો છે” જયારે ફ્લાઇટના પાઇલોટ બ્રાયન કહે છે કે.”મને નથી ખબર કે કોણ વધારે ડરેલું હતું હું કે પછી બ્રોમેજ? વાસ્તવમાં બ્રોમેજ એક અદ્દભુત મહિલા છે”.

Krishna Patel