ખબર

છેલ્લી 24 કલાકમાં 364 કોવિડના કેસો નોંધાયા અને 316 લોકોને ડિસ્ચાર્જ કરાયા- વાંચો બધી જ વિગત

કોવિડ 19 એ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે એવામાં ગુજરાત નંબર 2 પર છે. આ સંકટને અટકાવવા માટે તંત્ર દ્વારા લેવાઈ રહેલ પગલાં લેવાઈ રહ્યા છે જેમાં આજે અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ ઝોનને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 10 વોર્ડ ખાડીયા, જમાલપુર, શાહપુર, અસારવા, ગોમતીપુર,દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા. સરસપુર, મણીનગર)ને કન્ટેમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. 15 મે થી આ વિસ્તારોમાં વસતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની અગવડતા ન પડે તે માટે તેને દુકાનો, ફેરિયાઓની સર્વિસ શરતોને આધીન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

આજની અપડેટ પ્રમાણે છેલ્લા 24 દિવસમાં ગુજરાતમાં કોવિડ 19 ના 364 વધુ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને એક દિવસમાં 7 પ્રાથમિક રીતે કોવિડને લીધે લોકોનાં મોત નિપજ્યા છે. તો 22 લોકો બીજી ગંભીર બીમારીઓથી પીડાતાં હતા, તે લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. આમ જોઈએ તો ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં 29 દર્દીના મૃત્યુ થયા છે અને 316 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આમ રાજ્યમાં હવે કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 9268 થયો છે. તો કોરોના સામે મોતનો કુલ આંક 566એ પહોંચ્યો છે. જ્યારે કુલ 3562 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 38.43 % થયો છે.

અત્યાર સુધી અમરેલી જિલ્લો સેફ હતો પણ આજે ત્યાં કોવિડ 19 ની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે.

હવે વાત કરીએ આજના નોંધાયેલા કોવિડ 19 ના કેસ વિશે તો અમદાવાદમાં 292 કેસ, વડોદરામાં 18, સુરતમાં 23, ભાવનગરમાં 3, પાટણમાં 2, બનાસકાંઠામાં 1, પંચમહાલમાં 1,, મહેસાણામાં 8, ગીર સોમનાથ અને ખેડામાં 1-1, જામનગરમાં 3, અરવલ્લી અને મહીસાગરમાં એક એક, દેવભૂમિ દ્વારકામાં 7, જૂનાગઢ અને અમરેલીમાં એક એકપોઝિટિવ કેસ નોંધાયા હતા.