મિત્રના જુવાનજોધ દીકરા પર ફિદા થઇ ગઈ હતી 91 વર્ષની વૃદ્ધ મહિલા, કરી લીધા લગ્ન અને હનીમૂન પર ગયા ત્યારે જ થઇ ગયો મોટો કાંડ, જાણો સમગ્ર મામલો

પોતાનાથી 68 વર્ષનાના યુવક સાથે આ 91 વર્ષના માજીએ કર્યા લગ્ન, હનીમૂન પર થયું એવું કે યુવકને જવું પડ્યું જેલ, પછી આવ્યો કહાનીમાં એવો વળાંક કે… જુઓ

ઇન્ટરનેટ પર ઘણી બધી એવી પ્રેમ કહાનીઓ વાયરલ થતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તમે પ્રેમમાં લોકોને નાત જાતના બંધનોને અને ઉંમરના બંધનોને તોડીને આગળ વધતા લોકોને પણ જોયા હશે. પરંતુ ઘણીવાર તો એવા મામલા સામે આવે છે કે જેમાં ઉંમરનું કેટલાય ઘણું અંતર પણ તૂટી જતું હોય છે.

(Image credit: eonline.com)

હાલ એવા જ એક લગ્નની કહાની વાયરલ થઇ રહી છે, જેમાં એક 91 વર્ષની વૃદ્ધ મહિલાને તેનાથી 68 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો અને પછી તેને તે યુવક સાથે લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ બંને ખુશી ખુશી હનીમૂન પર પણ ગયા અને હનીમૂન દરમિયાન જ થયું એવું કે યુવકને સીધા જ જેલ જવાનો વારો પણ આવી ગયો હતો.

(Image credit: buzzfeed.com.ie)

આ મામલો સામે આવ્યો હતો આર્જેટીનામાંથી. જ્યાં 91 વર્ષની એક વૃદ્ધ મહિલા પોતાના મિત્રના ઘરે જ રહેતી હતી. મિત્રની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે તે પોતાના પેંશનના પૈસાથી મદદ પણ કરતી હતી. ત્યારે જ પરિસ્થિતિ એવી બની ગઈ કે વૃદ્ધ મહિલાને તેના મિત્રના 23 વર્ષના દીકરા સાથે લગ્ન કરવા પડ્યા. લગ્ન બાદ બંને હનીમૂન પર ગયા પરંતુ ત્યાં વૃદ્ધ મહિલાનું મોત થઇ ગયું.

(Image credit: irishmirror.ie)

વૃદ્ધ મહિલાના નિધન બાદ જયારે તેનો 23 વર્ષનો પતિ તેના પેંશનના પૈસા લેવા માટે પહોંચ્યો તો ઓફિસરોએ તેના પર છેતરપીંડીનો કેસ દાખલ કર્યો, તેના પર મહિલા સાથે પૈસાની લાલચમાં લગ્ન કરવાનો આરોપ લગાવ્યો. જયારે તેને જેલમાં મોકલવાનો હતો ત્યારે જ આખી હકીકત અધિકારીઓને જણાવી અને મહિલાએ જ યુવકના ભવિષ્ય માટે તેની સાથે લગ્ન કરવાનો સામેથી પ્રસ્તાવ મુક્યો જોવાનું સામે આવ્યું. આ ઘટના નવેમ્બર 2021માં ઘટી હતી.

Niraj Patel