જેના હાથેથી થયો કરીનાનો જન્મ, જેને અનુષ્કાની નોર્મલ ડિલિવરી કરી એવા 91 વર્ષીય ડૉક્ટરે કરીનાની બીજી ડિલિવરી કરી, જાણો કોણ છે તે

બી-ટાઉનના સૌથી રોયલ કપલ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનું બીજું બાળક આવી ગયુ છે. પટૌડી પરિવારમાં એક નવા સભ્ય આવી ગયા છે. આ સાથે જ સૈફ અલી ખાન ચાર બાળકોના પિતા બની ગયા છે અને તૈમુર અલી ખાન પણ મોટા ભાઇ બની ગયા છે.

ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે 20 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. કરીનાનો પહેલો દીકરો તૈમૂર 2016માં આ જ હોસ્પિટલમાં જન્મ્યો હતો. તૈમુર વખતે પણ કરીનાની ડીલીવરી આ જ ડોકટરે કરાવી હતી.

Image source

મહત્વની વાત તો એ છે કે, કરીનાનો જન્મ થયો ત્યારે કરીનાની માતા બબિતાની ડીલીવરી પણ આ ડોકટરે જ કરાવી હતી. આ ડોકટર રૂસ્તમ સોનાવાલા છે.

ડોકટર સોનાવાલા ઘણા સેલિબ્રટીની ડિલીવરી કરાવી ચૂક્યા છે. તેમણે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની, રણબીર કપૂરના જન્મ સમયે નીતૂ સિંહ અને અનેક સેલિબ્રટીની ડિલીવરી તેઓએ કરી છે.

Image source

આ પહેલાં તેમણે 11 જાન્યુઆરીએ અનુષ્કા શર્માની પણ ડિલિવરી કરાવી હતી. ડોક્ટર રૂસ્તમ સોનાવાલા 91 વર્ષે પણ અડીખમ છે. તેઓ પોતાના અત્યાર સુધીના કરિયરમાં અનેક જાણીતા સેલેબ્સની ડિલિવરી કરાવી છે. સોનાવાલા મેડિકલ ફિલ્ડમાં આર પી સોનાવાલા તરીકે જાણીતા છે. તેઓએ કપૂર-બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.

રૂસ્તમ સાવ નાનકડાં હતાં ત્યારે ડૉક્ટર પિતા ફિરોઝ સોનાવાલા સાથે દવાખાને જતા હતા. તે સમયે દર્દીઓ તેમના પિતાને ફી તરીકે ચાર આના આપતા હતા. નાનપણથી જ રૂસ્તમના કાને વિવિધ મેડિકલ પરિભાષાના શબ્દો અથડાયા છે. ડાઈનિંગ ટેબલ પર એનેસ્થેસિયા, સર્જિકલ પ્રોસિજર, એક્સ રે રિપોર્ટ્સ વગેરે શબ્દો સાંભળીને રૂસ્તમ મોટા થયા છે.

Image source

ડો. ફિરોઝ સોનાવાલાએ 1926ની આસપાસ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. તેઓ નાયર હોસ્પિટલમાં હેડ પણ હતાં. તેઓ પોતાના ક્લિનિકમાં ગરીબ લોકોને મફતમાં દવા આપતા હતા. ડૉ. ફિરોઝને ચાર સંતાનો હતા- જમશેદ, ફરદૂન, રૂસ્તમ તથા સોલી. આ ચારેય સંતાનો પિતા ડૉ. ફિરોઝની જેમ જ ડૉક્ટર છે. ડૉ. ફરદૂને ભારતમાં પહેલી વાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું હતું. ડૉ. ફિરોઝના પૌત્ર-પુત્રીઓ પણ દાદાની જેમ જ મેડિકલ ફિલ્ડમાં એટલે કે ડૉક્ટર જ બન્યા છે.

 

Shah Jina