જીવનશૈલી

રસના થી લઈને એક્શન શુઝના જાહેરાતવાળા બાળકો આજે ક્યાં છે? આ લેખ વાંચીને અચૂક તમારું બાળપણ યાદ આવી જશે

આજે બાળકોને નાનપણથી જ મોબાઈલ અને સોશિયલ સાઈટનનો રંગ અલગ જાય છે. તેની દુનિયા ટીવીથી મોબાઇલ સુધી જ સીમિત હોય છે. આજકાલના બાળકો બહાર નીકળીને રમવાનું કે ભાઈબંધો સાથે બેસવાનું પસંદ નથી કરતા. જયારે 90ના દાયકા સુધીના બાળકોએ આ મજાનો આનંદ લીધો હશે.

જે બાળકો 89 કે 90 ના દશકાના હશે એટલે કે, આજે તો એ બાળકો યુવાન થઇ ગયા હશે તેને તે સમયે આવનારી જાહેરાત વિષે જરૂર યાદ હશે. આજે ફરી તેના વિષે વાત કરીશું કે જેથી આપણે ફરી આપણું બાળપણ યાદ આવે.

આજે આપણે યાદ કરીશું રસનાથી લઈએં પાર્લજી ગર્લ સુધી.

કોમ્પલેનની જાહેરાતમાં શાહિદ કપૂર અને આયેશા ટાકિયા

કોમ્પ્લેનની જાહેરાતમાં જે ભાઈ બહેન સાથે ઊંચા થવા માંગતા હતા. તે બીજું કોઈ નહીં પરંતુ બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂર આને આયેશા ટાકિયા હતા.આ જહેરાતથી એક ધારણા એ પણ બનાવવામાં આવી હતી કે બાળકો દૂધ પીવાનું તો જ પસંદ કરશે જો તેમાં ચોકલેટ ફ્લેવર વાળું કોમ્પલેન હશે.

સ્કૂલ ટાઈમ ,એક્શન કે સ્કૂલ ટાઈમ’

આ મશહૂર જીંગલને 80 અને 90ના દાયકાના બાળકોએ સાંભળી હશે. કયારેક જાણીને અથવા કયારેક અજાણી રીતે.

આ જાહેરાતમાં વાંકળિયા વાળા વાળા છોકરાનું નામ છે કે તેજન દીવાનજી. તેજને ઘર -ઘરમાં અને બાળકો વચ્ચે એક્શન શૂઝને પોપ્યુલર બનાવી દીધા હતા.

આ જાહેરાત જોઈને તે સમયે તેજસે ટીચરને ‘ગુડ…ગુડ મોર્નીગ ટીચર’કહીને લોકોના દિલ પણ જીતી લીધા હતા. હવે તેજસ બાલ્ટીમોરમાં રેડિએશન ઓન્કોલોજી તરીકે કામ કરે છે.

‘ધારાધારા… શુદ્ધ ધારા’

એક બાળકને તેની મા ખીજાય છે, ત્યારે આ બાળક ઘર છોડીને જતો રહેવાનો ફેંસલોઃ કરીને રેલવેસ્ટેશન પહોંચી જાય છે. રેલવે સ્ટેશન પર બેસીને તે તેના દાદાજીને જુએ છે જે તેને જણાવે છે કે,તેની માએ ઘરમાં જલેબી બનાવી છે.

આટલું જ કાફી હોય તેમ બાળક ધારા તેલમાં બનેલી જલેબી વિષે વિચારને તેના ઘરે જાય છે.

આ બાળકનું નામ પરજાન જોઈ હોય છે. પરજાન હવે સિંગર અને રાઇટર બની ચુક્યો છે. પરજાન ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં સરદાર કીડનો રોલ બહુ સારી રીતે નિભાવે છે.

‘હેલ્થી ઓઇલ ફોર પીપલ’

સન્ડ્રોપ હેલ્થી ઓઇલની જાહેરાતમાં મોટી-મોટી પૂરીઓ અને ગુલાબજામુન સાથે મોટી -મોટી ફાંદ વાળો બાળક તો તમને યાદ જ હશે. આ એજ બાળક છે જે મોટી થાળીમાં પીળા કલરનું જમ્પ શૂટ પહેરીને સ્ટંટ, ભાગતો અને નાચતો નજરે પડે છે.

આ બાળકનું નામ છે નિશાંત મહેરા, નિશાંત આજે ફૂટબોલ પ્લેયર બની ચુક્યો છે, નિશાંત મુંબઈ ફુટબોલ ટીમનો પૂર્વ કેપટન પણ રહી ચુક્યો છે.

‘આઈ લવ યુ રસના’

રસનાને બાળકો વચ્ચે ફેવરિટ કરવામાં જોઈ કોઈનો સિંહફાળો હોય તો તે છે કે અંકિતા ઝાવેરી. અંકિતાએ ‘આઈ લવ યુ રસના’ જીંગલ દ્વારા આ ડ્રિન્કના ટેસ્ટ દ્વારા લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું.
હાલ આ રસના ગર્લ અંકિતા એક્ટર બની ચુકી છે. અંકિતા હાલમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરે છે. અંકિતાએ તમિલ, તેલેગૂ,કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

પાર્લે જીના રેપર પર છોકરીનો ફોટો કોનો છે ?

પારલેજીના રેપર પર છપાયેલી બાળકીનો અસલી પહેચાનને લઈને હંમેશા સવાલ જ રહે છે. આ વિષયમાં સૌથી પોપ્યુલર સ્ટોરી છે. જેના મુજબ નાગપુરનું 3થી 4 વર્ષની નીરુ દેશ પાંડેના પિતાએ આ તસ્વીર ખેંચી હતી. પરંતુ આ બાદ 3 મહિલાઓ દાવો કર્યો હતો કે, તેનો ફોટો છે.
આ બધા સવાલના જવાબ પર વાત કરતા પાર્લેજીના ગ્રુપ પ્રોડક્ટ મેનેજર મયંક શાહે કહ્યું, હતું કે રેપર પર છાપવામાં આવેલી બાળકીનો ફોટો કાલ્પનિક છે. જે 1960આ એવરેસ્ટ ક્રિએટિવ ડિઝાઇન કર્યો હતો.

જે 80 અને 90 ના દાયકના બાળકો માટે આ લેખ વાંચીને બાળપણ યાદ આવી ગયું હશે, તો ઘણા લોકોને આ જાહેરાત જોઈને કરેલા તોફાન પણ યાદ આવી ગયા હશે.

આ આર્ટિકલ ટેગ કરો તમારે એ મિત્રોને જે તમારી તમારી સાથે મળીને આ જાહેરાત જોઈને જીદ્દ કરવામાં શામેલ હોય.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.