90ના દાયકો બૉલીવુડ માટે ઘણો ખાસ રહ્યો હતો. આ દાયકો એવો હતો જેમાં બૉલીવુડમાં રોમેંટિક ફિલ્મો પર ફોક્સ કરતા હતા. બૉલીવુડમાં તે સમયે ફેન ફોલોઇંગ પણ વધુ હતું. 90ના દાયકાના ગીત આજે પણ લોકો ગણગણતા હોય છે. પરંતુ 90ના દાયકામાં સૌથી વધુ હટકે હતું તો તે ફોટોશૂટ હતું. 90ના દાયકાનું ફોટોશૂટ જોઈને આજે પણ તમને હસતા નહીં રોકી શકે.
આવો જોઈએ ફોટો શૂટ.

આ તસ્વીરમાં તમાર જોઈ શકો છો કે રેખા અને શક્તિ કપૂર કંઈક અલગ અંદાજમા જ પોઝ આપી રહ્યા છે. આ તસ્વીર જોતા તો એવું લાગી રહ્યું છે કે, રેખા તો મેટગાલામાં હિસ્સો લેવા જઈ રહી હોય.

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે જેકી શ્રોફ કરવા શું માંગે છે ? તો બીજી તસ્વીરમાં શક્તિ કપૂરના પોઝનો તો કોઈ જવાબ આપી શકે એમ જ નહીં. આ તસ્વીરમાં શક્તિ કપૂરનો ડ્રેસ આ પહેલા ક્યારે પણ નહીં જોયો હોય.

આ તસ્વીર જોઈને એકવાર તો જરૂર અક્ષયકુમારને પૂછવાનું મન થશે કે આ શું પહેર્યું છે? તો બીજી તસ્વીરમાં ગોવિંદા અને જુહીનું ફોટોશૂટ પણ કંઈક હટકે છે.

આ તસ્વીરમાં તમે શાહરુખખાનનો બેબી બમ્પ જોઈ શકો છો. બીજી તસ્વીરમાં જોનને પૂછવાનું મન થશે કે આખરે જોન તે આ શું કર્યું ?

મીથુન અને રેખાની આ તસ્વીર જોઈને તમે ખુદ શરમાઈ જશો.

જેકી શ્રોફનું આ ફોટો શૂટ જરૂર જુઓ. આ પહેલા જેકીશ્રોફનો આ અવતાર કયારે પણ નહીં જોયું હોય.

સલમાન ખાન અને આદિત્ય પંચોલીની આ તસ્વીર આ પહેલા તમે કયારે પણ નહીં જોઈ હોય. આદિત્ય પંચોલીએ આ ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યો હતો. તો સલમાન ખાનને જોઈને તમે પણ વિચારવા લાગશો.

રૂષિ કપૂર હમેશા એક ક્યૂટ હીરોના સ્થાને જ રહ્યા છે. આજકાલ તે ટ્વિટર પર મોટાભાગે એવી જ વાત બોલે છે જેના કારણે વિવાદ સર્જાઈ જાય છે. જો ઋષિનો આ ફોટો આજના સમયનો હોત તો ઋષિ કપૂરને કોઈ જ બચાવી શકતે નહી.

અક્ષય અને કરિશ્માના આ પોઝને જોઈને કશું નક્કી નથી કરી શકાતું. આ ફોટોમાં ના તો બંને રોમેન્ટીક મૂડમાં છે કે ના તો સેક્સી. આવા પોઝ વાળા ફોટાને વાહિયાત કેટેગરીમાં જરૂર લઈ શકાય.

60 વર્ષની ઉંમરે પણ રેખા જેટલી ખૂબસૂરત હિરોઈન ભાગ્યે જ તમને જોવા મળશે. તેની સાડી અને તેના સેથાનું સિંદુર તેને વધારે ખૂબસૂરત બનાવે છે. પરંતુ આ ફોટો જોઈને તમે એ જ વિચરશો કે શું સાચ્ચે રેખા આવો ખરાબ મેકઅપ પણ કરતી હશે?

હિરોઈનોનો પોઝ તો ઠીક છે. પરંતુ અક્ષયનો આ અંદાજ વધારે જ અજીબ છે. એમની ચાહે કેટલી પણ હોટ ફોટો સામે આવે પરંતુ 90ના દાયકાની ફોટો તો કઈક અજીબ જ છે.

માની લીધું કે રવિના દમદાર હિરોઈન છે. પણ એનો મતલબ એ નથી કે સની એના ખોળામાં જ બેસી જાય. પણ આ પોઝમાં તો ઊલટું જ થઈ ગયું છે, હજુ રવિના સનીના ખોળામાં બેસે તો ઠીક લાગે પણ આ તો સની જ…

આજકાલ 6 પેક લઈને ફરવાવાળા અને બોલિવૂડમાં સિંઘમ તરીકે ઓળખાતા અજયનો આ ફોટો કઈક અજીબ જ છે. એમાં પણ શોર્ટ વધારે શોર્ટ થઈ ગયું છે.

આઉ લોલિતા… આ તો શક્તિ કપૂર… હા હા હા… આ ફોટો જોઈને એવું લાગે છે કે પોતે જ પોતાનું કંપોઝિશન કરવા માટે રેડી છે. શ્રદ્ધાએ આ ફોટો ન જોયો હોય તો સારું છે.

આજના સમયમાં હીરો પોતાના 6 પેક દેખાય એટ્લે આવી ફોટો ક્લિક કરાવે છે. પણ આ તો એ સમયમાં પણ આવો ફોટો ક્લિક કરાવ્યો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.