ખબર

BMW કાર ખરીદવા માટે શોરૂમ પહોંચ્યો આ વ્યક્તિ ટ્રકમાં 900 કિલો સિક્કાઓ લઈને, પછી થયું કઈક આવું…

આજે ઘણા લોકો પાસે પૈસા નથી હોતા અને મોટા સ્વપ્ન જોતા હોય છે. ત્યારે અમુક સપના એવા હોય છે ફક્ત સ્વપ્ન જ રહી જતા હોય છે ત્યારે મોટાભાગે તમે સાંભળ્યું હશે કે લોકોને જે ચીજની ઈચ્છા હોય છે તેઓ તેને મેળવવા માટે કંઈપણ કરતા હોય છે. આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે પણ હેરાન રહી જાશો.
આ ઘટના ચીન ના ટોંગરેન શહેર ની છે જ્યા એક વ્યક્તિ એ એવું કરી દીધું કે તેને જાણીને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. તે વ્યક્તિ ની ઈચ્છા હતી કે તેની પાસે પણ એક લકઝરી ગાડી હોય અને તે બીએમડબલ્યુ ખરીદવા માગતો હતો. જેના માટે તેમણે આગળના સાત વર્ષથી પૈસા જમા કરવાનું શરૂ કરી દીધું હતું.

Image Source

કાર ખરીદવા માટે જમા કર્યા પૈસા પણ ક્યારેય આ વ્યક્તિએ વિચાર્યું ન હતું કે તે એટલા પૈસા જમા કરી લેશે જેનાથી તે પોતાના સપનાની કાર બીએમડબલ્યુને ખરીદી શકે. આ વ્યક્તિએ કાર ખરીદવા માટે એક એક સિક્કો જમા કર્યો અને તે દરેક સિક્કા ને લઈને કાર ખરીદવામા માટે શોરૂમ પહોંચી ગયો.
પણ શોરૂમ જતા પહેલા આ વ્યક્તિએ પોતાના મિત્રોની સાથે મળીને આ સિક્કાને ચાર દિવસ સુધી ગણ્યા અને તેની પાસે 50 લાખ કરતા પણ વધારે સિક્કાઓ નીકળ્યા.

Image Source

કાર ખરીદવા માટે શો રૂમમાં ટ્રક ભરીને સિક્કા લઇ આવ્યો હતો. પણ હેરાનીની વાત તો ત્યારે થઇ જયારે તે બધા સિક્કા લઈને કાર ખરીદવા માટે શો રૂમ આવ્યો તો ત્યાં દરેક કોઈ આ નજારા ને જોઈને હેરાન રહી ગયા હતા. બીએમડબલ્યુ કાર ખરીદવા માટે તે વ્યક્તિ પોતાની સાથે ટ્રક લાવીને ત્યાં પહોંચ્યો હતો. તે આ બધા સિક્કાને ટ્રક માં ભરીને લાવ્યો હતો અને શોરૂમ ના મૈનેજરની પાસે જઈને બોલ્યો કે તેને કાર ખરીદવી છે. સિક્કા ગણવા માટે બોલાવ્યા 11 કમર્ચારીઓને બોલાવ્યા હતા.

Image Source

જેના પછી આ સિક્કા ગણવા માટે બેન્કમાં ફોન કરીને 11 કર્મચારીઓને બોલાવડાવ્યા અને 10 કલાકની મહેનત પછી 900 કિલોના આ સિક્કા ગણી શકાયા. સિક્કાની ગણતરી પુરી થતા જ પૂરો શોરૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો અને મેનેજેરે ગાડીની ચાવી આ વ્યક્તિ ને સોંપી દીધી.જણાવી દઈએ કે આ સિક્કા નું વજન 900 કિલો હતું.
બધા જ પૈસા ગણાઈ ગયા પછી મેનેજરે તે વ્યક્તિને ગાડીની ચાવી સોંપતા જ વ્યક્તિ ખુબ જ ખુશ થઇ ગયો હતો. આખરે તેનું વર્ષો પહેલાનું બીએમડબલ્યુ કાર લેવાનું સપનું પૂરું થઇ ગયું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ તે વ્યક્તિએ સિક્કા સાથે 480,000 યુઆનનું વાહન ખરીદ્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks