ખબર

બન્ને પુત્રને આપી દીધી કરોડનો સંપત્તિ, પિતા માંગીને ખાવા માટે છે મજબુર-વાંચીને તમને પણ ફિટકાર આવશે

આજે દેશની અમુક દીકરીઓ અવકાશમાં પહોંચી ગઈ છું. તો બીજી તરફ માતા પિતા હજુ પણ દીકરીને સાપનો ભરો ગણે છે. અને દીકરાને સારી રીતે સાચવે છે. તો અમુક દીકરીઓ આજે પણ તેના માતા-પિતાને સાચવી લે છે. પરંતુ અમુક લોકોને દીકરાનો મોહ એટલી હદે લઇ જાય છે કે તેને દીકરીઓથી કંઈ મતલબ જ નથી રહેતો. પરંતુ ક્યારેક એવું થાય છે કે દીકરાઓ કપૂત થાય ત્યારે દીકરીઓ જ ઘડપણનો સહારો બને છે. આવો જ કંઈક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે.

Image Source

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવો મામલો સામે આવ્યો છે જે ચોંકવનારો છે. એક 90 વર્ષના વૃદ્ધ તેની ત્રણ પુત્રીનોને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વૃધ્ધે ભીની આંખે તેની આપવીતી વર્ણવી હતી. વૃદ્ધે જણાવ્યું હતું કે, તેના 2 પુત્રને કરોડોની સંપત્તિ આપી દેતા આજે તેને માંગીને ખાવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસ કંઈક મદદ કરે.

Image Source

પોલીસ કન્ટ્રોલ રૂમમાં આયોજી જનસુનાવણીમાં માનપૂરના 90 વર્ષના પારસરામ સુખરામ તંબોલી ફરિયાદ કરવા તેની ત્રણ પુત્રીઓ ભાગવંતી બાઈ, રત્ન અને કૌશલ્યાને લઈને પહોંચ્યા હતા. આ વૃદ્ધ ખુરશી પર બેસી પણ શકતા ના હતા. વૃધ્ધે એએસપી રુચીવર્ધન મિશ્ર સમક્ષ ફરિયાદ કરી હતી.

પુત્રીઓની મદદ લઇ તેઓએ જણાવ્યું હતું કે, તે તેની કરોડોની સંપત્તિ બે પુત્રોને વહેંચી દીધી છે. તેની પત્નીનું નિધન થઇ ચૂક્યું છે. વૃધ્ધે આરોપ લગાવ્યો હતો કે, પુત્ર તેના ભરણ-પોષણ પણ ધ્યાન આપતા નથી. અત્યારે તે વૃદ્ધ જુના મકાનમાં રહેવા માટે મજબુર થઇ ગયા છે.

Image Source

વૃદ્ધ પરસરામને પોલીસને જણાવ્યું હતું કે, ભારે વરસાદે પગલે ત્રણ-ચાર દિવસ પાણી પડતા પુત્રએ મકાનના પતરા કઢાવી નાખ્યા હતા. જેને કારણે તેના ગાદલા ભીના થઇ ગયા હતા. ત્યારે તે મોટા પુત્ર પાસે મદદ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેને જુનામકાનમાં જવાની વાત કરી હતી. અને ત્યાંથી ભીના કપડામાં પાછા આવ્યા હતા. ત્યારે પાડોશીની મદદથી સુઈ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધે તેની ઇન્દોરમાં રહેતી પુત્રીને ફોન કર્યો હતો. સાથે જ તેને જણાવ્યું હતું કે, તેનો હાથ પણ તૂટી ગયો છે. ત્યારે આ ઉંમરમાં તેના પુત્ર તેની સાથે રાખવા માટે તૈયાર નથી. પહેલા કામ કરી લેતા હતા. પરંતુ હવે તે આશ્રમમાં જવા માટે પણ તૈયાર છે.

Image Source

એએસપી મિશ્રનું કહેવું છે કે, વૃદ્ધાએ બન્ને પુત્રની વિરુદ્ધમાં જમીન અને મકાન પર કબીજાને લઈને ફરિયાદ કરી છે. આ વૃદ્ધને વૃદ્ધ સંરક્ષણ અધિનિયમ એક્ટ અનુસાર વળતર મળવા પાત્ર છે. આ મામલામાં માનપૂરના પ્રભારીને આદેશ આપ્યો છે કે બન્ને પુત્રને સમજાવવામાં આવશે. તેમ છતાં જરૂર પડ્યે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks