ખબર

કોરોનાએ મૂકી માઝા, અહીંયા 90% ICU ફુલ થતા સૌના શ્વાસ અધ્ધર- જાણો ફટાફટ

દેશની રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસનું સંક્ર્મણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાની સ્થિતિ ગંભીર થતી જાય છે. કોરોનાની વેક્સીન જલ્દી આવવાના એંધાણ છે પરંતુ તે પહેલા ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. રાજધાનીમાં કોરોનાએ હદે ફેલાઈ ગયો છે કે હોસ્પિટલમાં પણ આઇસીયુ બેડ વધુ પ્રમાણમાં ભરાઈ ગયા છે.

Image source

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કહ્યું હતું કે, દિલ્હીમાં 90 ટકા આઇસીયુ બેડ ફુલ થઈ ગયાં છે. વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પાસેથી 250 આઇસીયુ બેડની પહેલી બેચ પ્રાપ્ત થશે. આ સાથે જ દિલ્લીને કેન્દ્ર સરકાર તરફથી 750 બેડ મળશે. નોંધનીય છે કે, દિલ્લીમાં 26 હજારથી વધુ કોરોનાના દર્દીઓ હોમ આઇસોલેટ છે.

Image source

કેન્દ્ર સરકાર તરફથી જ જલ્દી જ આઇસીયુ બેડ આવી જવાથી ચિંતાનો કોઈ વિષય નથી. તો બીજી તરફ દિલ્લીના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે, દિલ્લીમાં લોકડાઉનની બિલકુલ જરૂર નથી. દિલ્હી સરકાર કોરોનાને રોકવા માટે તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરી રહી છે.

Image source

કોરોનાના વધતા સંક્ર્મણને લઈને લગ્નમાં 200ની જગ્યાએ 50 લોકોએ લઇ જવાનો નિયમ દિલ્લીમાં લાગુ કરવામાં આવ્યો છે.જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં 6396 કેસ નોંધાયા છે. 99 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ દિલ્લીમાં એક્ટિવ કેસની સંખ્યા 42 હજાર સુધી પહોંચી ગઈ છે.