સોશિયલ મીડિયા પર આ 9 વર્ષના “દયાભાભી” મચાવી રહ્યા છે ધમાલ, વીડિયો થઇ રહ્યા છે વાયરલ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં એક પાત્ર એવું છે, જે હાલ તો શોમાં સક્રિય નથી પણ તેમને ચાહકો ઘણા યાદ કરે છે. હાલ ભલે તેઓ શોમાં જોવા મળતા ન હોય પરંતુ તેમની પોપ્યુલારિટી હજી પણ એવી જ છે. આજે પણ દર્શકો તેમને શોમાં જોવા માટે આતુર રહે છે.આવું પાત્ર છે દયાભાભીનું. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નાની દયાબેન નજર આવી રહી છે, જે બિલકુલ દયાભાભીની જ કોપી લાગી રહી છે.

આ 9 વર્ષની છોકરી સુમન પુરી ઇન્ટરનેટ સેન્સેશન બની રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયો પરથી ખબર પડે છે કે તે પંજાબની છે. તેના વીડિયો જોતા એવું લાગી રહ્યુ છે કે તે ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેનની નકલ કરવામાં પારંગત લાગે છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે દિશા વાકાણીની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. સુમન ઇન્સ્ટા પર ખૂબ એક્ટિવ રહે છે.

સુમન પુરીએ પોસ્ટ કરેલા વીડિયોમાં તે દયાબેનના ગેટઅપમાં જોવા મળી રહી છે. ચાહકો તેના વીડિયોને ખૂબ પસંદ કરે છે. તેઓ તેને ‘છોટી દયાબેન’ કહીને બોલાવી રહ્યા છે. તેણે સપ્ટેમ્બર મહિનામાં જ પોતાનું સોશિયલ મીડિયા પેજ શરૂ કર્યું છે. ખૂબ જ ટૂંકા સમયમાં, સુમનના ઘણા ચાહકો બની ગયા છે. દરેક વિડીયોમાં તે દિશા વાકાણી ઉર્ફે દયાબેન તરીકે જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ચાહકો તેના પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છે. આજે પણ, ચાહકો તેને શોમાં જોવા માંગે છે, પરંતુ લગભગ ત્રણ વર્ષથી વધારે સમયથી તે આ શોમાંથી ગાયબ હોવાનું જણાય છે. વર્ષ 2017માં દિશા વાકાણીએ મેટરનીટી લીવ લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી આવી નથી. જોકે, તેમના આગમનની વાતો વચ્ચે ઉડતી જોવા મળી હતી, પરંતુ આ અંગે મેકર્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Shah Jina