હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
જામનગરમાં 9 વર્ષના બાળકને માતાએ ઠપકો આપતા પુત્રએ મોતને વહાલું કર્યું, પરિવાર પર આભ તુટી પડ્યું- જુઓ તસવીરો
9 year old Child Committed Suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો સ્કૂલ કોલેજમાં ભણતા બાળકો પરીક્ષામાં સારા માર્ક્સ ના આવવાના કારણે પણ જીવન ટૂંકાવે છે, તો આજના બાળકોને કોઈ નાની એવી વાતમાં ઠપકો આપતા જ તે મોતને વહાલું કરવાનું વિચારતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે.
જામનગરમાં આવેલા દરેડ વિસ્તારમાં રહેતા પર પ્રાંતીય પરિવારના ફક્ત 9 વર્ષના બાળકે આપઘાત કરીને પોતનાયુ જીવન ટૂંકાવી લેતા આસપાસના વિસ્તારતમાં અરેરાટી ફેલાઇ ગઈ છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને જામનગર નજીક અવાયેલા દરેડમાં રહીને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. મૃતક બાળકના પિતા કોમળ કુમાર જાટવ મજૂરી કરે છે.
ત્યારે તેમના 9 વર્ષના દીકરા લક્કીને તેની માતાએ સાયકલ ચલાવવાને લઈને ઠપકો આપ્યો થયો અને કહ્યું હતું કે “તું સાઇકલ લઈને કેમ ગયો ?” આ વાતનું બાળકને ખોટું લાગી ગયું અને ઉશ્કેરાટમાં આવીને રૂમમાં જઈને ગળે ટુંપો ખાઈને પોતાની જીવન ટૂંકાવી લીધું. બાળકને ફંદા પર લટકતા જોઈને તેને બેશુદ્ધ અવસ્થામાં જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો.
આમ આવી સામાન્ય બાબતમાં જ દીકરાના આપઘાત કરી લેવાના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. પરિવારમાં એક દીકરો અને એક દીકરી હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ પણ હાથ ધરી છે, પરંતુ આ સાથે લોકોમાં એ સવાલ પણ થઇ રહ્યો છે કે આજના સમયમાં 9 વર્ષ જેટલી નાની ઉંમરના બાળકોમાં આપઘાત કરવાના વિચાર કેવી રીતે આવે છે ? આની પાછળ શું જવાબદાર હોઈ શકે ?
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.