અમદાવાદમા 9 વર્ષની બાળકી નેન્સીને પેટમાં દુઃખાવો થયા બાદ તપાસ કરતા આ ચોંકાવનારું કારણ સામે આવ્યું

અમદાવાદમા 9 વર્ષની બાળકી નેન્સીને પેટમાં દુઃખાવો થયા બાદ તપાસ કરતા આ ચોંકાવનારું કારણ સામે આવ્યું, ડોક્ટર પણ ફફડી ઉઠ્યા…

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી એવા એવા વિચિત્ર કિસ્સા સામે આવે છે, કે જે ડોક્ટરોને પણ હેરાન કરી દે તેવા હોય છે. હાલમાં અમદાવાદમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો, જે વાલીઓને વિચારતા કરે તેવો છે. આ કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. જો તમારા બાળકોને પણ વાળ ખાવાની કે ચાવવાની ટેવ છે તો આ વસ્તુ તેમના માટે ઘણી હાનિકારક સાબિત થઇ શકે છે.

તમને થશે વાળ કોણ ખાય ? પરંતુ કેટલાક લોકોને વાળ ખાવાની આદત હોય છે અને એમાં ખાસ કરીને છોકરી હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તેની હકીકત સાંભળીને તમે વિચારતા થઇ જશો. 9 વર્ષની એક છોકરીના પેટમાંથી વિશાળ વાળનો ગુચ્છો નીકળ્યો હતો.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર અનુસાર, વાળ ખાવાની કે ગળી જવાની ટેવ ઘણી કિશોરીઓને હોય છે. આ વાળ પેટમાં જઇ ગુચ્છા સ્વરૂપે ગાંઠ બને છે અને તેને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. આ તકલીફ સાથે મહેસાણાથી 9 વર્ષની નેન્સી સિવિલ હોસ્પિટલ આવી હતી અને હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના ડોક્ટરોએ તેને પીડાથી મુક્ત કરી હતી. ઘટનાની વિગત જોઇએ તો, હાલ મહેસાણામાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના સૂર્યકાંતભાઇની 9 વર્ષિય દીકરી નેન્સીને છેલ્લા એકાદ વર્ષથી રેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી.

આ વધુ ગંભીર બની જતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લાવવામાં આવી પરંતુ ત્યાંના ડોક્ટરોએ આ સમસ્યા વધુ ગંભીર જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી હતી. જયાં પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેની સારવાર કરાવી હતી. અહીંના ડોક્ટરો દ્વારા સીટી સ્કેન, એક્સ રે વગેર જરૂરી રીપોર્ટ કરાવ્યા અને ત્યારે બાળકીના પેટમાં ગાંઠ હોવાનું જણાયુ હતુ. બાળરોગ સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા સઘન સર્જરી કરવામાં આવી અને નેન્સીને પીડામુક્ત કરવામાં આવી હતી.

ઓપરેશન માટે તેને અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. ડોકટરે જણાવ્યુ કે, આને ટ્રાયકોબેઝોર કહેવામાં આવે છે અને આ ખાસ યુવતિઓ અથવા કિશોરીઓમાં વધુ જોવા મળે છે.

Shah Jina