ખબર

માં-બાપે ભણવાનું કહ્યુ તો 9 વર્ષની આ ફેમસ ઇન્સ્ટા ક્વિને કરી લીધી આત્મહત્યા, હે ભગવાન આ કેવી જનરેશન આવી છે…

9 વર્ષની બાળકીએ ફાંસી લગાવી કરી લીધી આત્મહત્યા, પિતાએ કહ્યુ હતુ- ઘરે જઇ ભણ…બિચારા માં-બાપ આખી જિંદગી રડશે હવે…જુઓ તસવીરો

રાજ્ય અને દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક લગ્નેતર સંબંધને કારણે તો કેટલાક અન્ય કારણોસર આપઘાત કરી લેતા હોય છે. છેલ્લા ઘણા સમયમાં વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા મામલા સામે આવ્યા છે, ત્યારે હાલમાં જ એક મામલો પેરિયાકુપ્પમથી સામે આવ્યો છે. અહીં એક 9 વર્ષની બાળકીએ નજીવી બાબતે આપઘાત કરી લીધો.

પ્રતિક્ષા નામની 9 વર્ષની બાળકીને જ્યારે તેના પિતાએ ભણવાનું કહ્યું તો તેણે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીઘો. નવ વર્ષની આ બાળકી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી હતી અને તે રિલ્સ પણ બનાવતી હતી, જેને કારણે તેના પાડોશીઓ તેને ‘ઇન્સ્ટા ક્વીન’ કહેતા હતા. પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિએ દીકરીને તેમના સાસરાના ઘર પાસે રમતી જોઈ હતી અને તે બાદ તેઓએ તેને ઘરની ચાવી આપી ઘરે જઈને ભણવાનું કહ્યુ. આ પછી તેઓ પેટ્રોલ ભરવા નીકળ્યા અને રાત્રે લગભગ 8.15 વાગ્યે જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેમણે જોયુ તો ઘર અંદરથી બંધ હતું અને દીકરી દરવાજો ખોલી રહી નહોતી.

જ્યારે પ્રતિક્ષાએ જવાબ ન આપ્યો, ત્યારે કૃષ્ણમૂર્તિ ગભરાઈ ગયા અને પછી તેમણે પાછળની બારી તોડીને અંદર જઇ જોયું તો પુત્રી લટકતી દેખાઇ. તે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાઇ પણ કમનસીબે તેનું મોત નીપજ્યું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. લખનઉમાં એક 10 વર્ષના બાળકે મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા આત્મહત્યા કરી લીધી.