જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: 9 નવેમ્બર થી 15 નવેમ્બર, જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ?

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોનું આ અઠવાડિયું શુભ અને લાભ બંનેનું કારણ બનશે. આ અઠવાડિયું તમે તમારા પરિવારજનો સાથે ખુશીથી વિતાવશો. ઇલેક્ટ્રોનિકથી જોડાયેલા વેપાર કરનારા લોકોને અપેક્ષાથી વધુ લાભ અને નોકરી કરતા લોકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે.
વિદેશથી આવકના યોગ બની રહ્યા છે. લવ લાઈફ અને મેરેજ લાઈફમાં મધુરતા રહેશે. અઠવાડિયાના અંતમાં પારિવારિક મતભેદ જોવા મળશે. આ દરમીયાન સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. વિધાર્થીઓ તેનો સમય મોજ-મસ્તીમાં વિતાવશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોએ આ અઠવાડીયે ક્યાંય પ્રવાસ પર જવાના યોગ બની શકે છે. યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અને સામાન બંનેનું ધ્યાન રાખો. નોકરી કરતા લોકો પર કામનું ભારણ વધુ રહેશે. કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા વિચારો.કોઈ મિત્રની મદદથી તમારા પરિવારજનો પ્રેમ સંબંધ પર મહોર મારી શકે છે. ઘરમાં માંગલિક કાર્ય થશે. અઠવાડિયાના મધ્યમાં સારા લોકો સાથે મુલાકાત થશે. યુવા વર્ગને નવી યોજના પર કામ કરવાનો મોકો મળશે. અઠવાડિયાના અંતમાં સુખ-સુવિધાથી જોડાયેલી વસ્તુ પર ખર્ચ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશીના જાતકોને આ અઠવાડિયે સફળતાનાં નવા દ્વાર ખુલશે, બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળશે. શેર બજારથી જોડાયેલા લોકોને લાભ થશે. કામને લઈને નાની-મોટી વાત પર ધ્યાન ના આપો આ સમય દરમિયાન જોબ બદલવાનો વિચાર આવી શકે છે. કરિયર અને ધંધામાં મિત્રનો પૂરો સહયોગ મળશે. કોઈ પણ તકલીફને દૂર કરી શકશો. અઠવાડિયાના મધ્યમાં સંતાનના સ્વભાવમાં જીદ્દ આવી શકે છે. આ અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આ અઠવાડિયે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. વધુ કામકાજને લઈને સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખો. આ અઠવાડિયે કોઈ મોટા લોકોનું માર્ગદર્શન મળી શકે છે. ભાગ્યનો સિતારો મજબૂત હોવાથી કોઈ નવા કામનો આરંભ કરી શકશો. નોકરી કરતા લોકોને આ અઠવાડિયે વરિષ્ઠ અધિકારીઓને ગુસ્સો સહન કરવો પડી શકે છે. સંતાનના ભણતરને લઈને ચિંતિત થઇ શકો છો.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને આ અઠવાડિયે સફળતા મળશે. કરિયર અને ધંધામાં સફળતાનાં યોગ બની રહ્યા છે. અચાનક જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ નવું કામ કરી શકો છો. વિદેશ સાથે જોડાયેલા વેપારીઓને ધંધામાં લાભ થશે. આ અઠવાડિયાના અંતમાં યોજનાબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે. આ દરમિયાન ગૃહસ્થ જીવનમાં મનમુટાવ આવી શકે છે.પારિવારિક તકલીફમાં કોઈ વરિષ્ઠ લોકોની મદદ મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમિયાન થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે. અઠવાડિયાની શરૂઆત વ્યસ્તતા વચ્ચે થશે. જેને લઈને લવ લાઈફ અને પરિવારને ઓછો સમય આપશો. કામકાજને લઈને લાંબા અથવા ટૂંકા પ્રવાસ પર જઈ શકો છો. અઠવાડીયાના મધ્યમાં કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે. વરિષ્ઠ લોકોની સલાહથી આર્થિક ક્ષેત્રમાં તકલીફ દૂર થશે. સંતાનથી તરફથી તકલીફ મળી શકે છે. અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવામાં સફળતા મળશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સંભાળીને ચાલવું પડશે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો સમજી વિચારીને આ નિર્ણય લો. નાની-મોટી અડચણ અને સંઘર્ષથી કામ સિદ્ધ થશે. લગાતાર પ્રયાસ કરવાથી લાહ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જમીન સંબંધિત કામમાં લાભ મળશે. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને પરિવારજનો સાથે વિવાદ થઇ શકે છે. આ દરમિયાન માતા-પિતાની જરૂરિયાત પર ધ્યાન આપો. પ્રેમી પંખીડાએ પાર્ટનરની ભાવનાઓને નજર અંદાજ ના કરો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખુશીઓ લઈને આવશે. કામને લઈને મન પ્રસન્ન રહેશે. ઘરમાં માંગલિક કાર્ય થશે. આ અઠવાડિયે કોઈ મિત્ર અને પરિવારજનો સાથે લાંબા સમય બાદ મુલાકાત થશે. આ દરમિયાન મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે. કામને લઈને આ અઠવાડિયે ક્યાંય યાત્રામાં જવું પડી શકે છે. આ યાત્રા લાભદાયક રહેશે. આ અઠવાડિયે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકએ ભાગ્ય પર ભરોસો છોડીને શ્રમથી જ સફળતા પ્રાપ્તિના પ્રયાસ કરવાનો રહેશે. આ અઠવાડિયે કામમાં જ ફોકસ કરો. શેર બજાર અને સટ્ટા સાથે જોડાયેલા લોકોને ધન હાનિના યોગ બની શકે છે, એકથી વધુ પ્રેમ સંબંધથી બચો અન્યથા બદનામીની સાથે-સાથે કોર્ટ-કચેરીના ચક્કર પણ લગાવવા પડી શકે છે. અઠવાડિયાના અંતમાં જીવનસાથીનો વ્યવહાર ખરાબ થઇ શકે છે. મિત્ર પર વધુ વિશ્વાસ કરવાને લઈને પરિવારમાં વિવાદ વધી શકે છે. મહિલાઓ માટે સમય યોગ્ય છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં આર્થિક લાભ થશે. આકસ્મિક લાભના યોગ બની શકે છે. આ દરમિયાન ક્યાંક પ્રવાસ પર જવું પડી શકે છે. કામને સમયસર કરવાથી આર્થિક ક્ષેત્રમાં ફાયદો થશે. ધાર્મિક કામમાં રુચિ વધશે. પરિવારજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે. સંતાનપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને આ અઠવાડિયે કોઈ તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ તેને લાભ અને સફળતા આ અઠવાડિયા દરમિયાન મળશે. ધંધામાં સમજી વિચારીને રોકાણ કરો. નોકરી કરતા લોકોની કામની કદર થશે. અઠવાડિયાના મધ્યમાં પ્રેમ-સંબંધોમાં થોડી સાવધાની રાખવાની જરૂરત છે. પરિવારજનોની ભાવનાના નજર અંદાજ બિલકુલ ના કરો. આ અઠવાડિયે જીવનસાથીની સલાહથી આગળ વધી શકો છો. અઠવાડીયાના અંતમાં નિર્ણયમાં મોડું થઇ શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કરિયર અને કારોબારને લઈને સારું રહેશે. શેરબજાર અને સટ્ટો રમતાલોકોને સારો લાભ થશે. માંગલિક કામને લઈને પરિવારજનો સાથે લાંબા અંતરના પ્રવાસ પર જવું પડી શકે છે. અઠવાડીયાના અંતમાં શણગારની વસ્તુ અને સુખ-સુવિધાઓની વસ્તુ પર વધુ પૈસા ખર્ચ થઇ શકે છે. માતા પ્રત્યેનો વ્યવહાર બદલવાની કોશિશ કરો. મિત્રતા પ્રેમમાં પરિણમી શકે છે,