આ 9 માંથી કોઈ પણ એક કામ કરશો તો શનિદેવ દેશે કઠોર દંડ
જો શનિદેવની કૃપા મેળવવા માંગો છો, જીવનમાં ધન-યશ, માન-સન્માનની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો શનિવારના દિવસે અમુક એવા કાર્યો છે જેને ભૂલથી પણ કરવા જોઈએ નહિ. ભૂલથી પણ આવું થઇ જવાથી શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. કહેવામાં આવે છે કે શનિ દેવ કોઈથી નારાજ થઇ જાય છે, તો વ્યક્તિને બરબાદ થવાથી કોઈ રોકી નહિ શકે. જ્યોતિષશાસ્ત્રના આધારે જાણો શનિવારના દિવસે શું-શું કરવું ન જોઈએ.

1. શનિવારના દિવસે સફેદ મોતી ખરીદીને ભેંટ કરવાથી યંત્રોથી થનારી દુર્ઘટનાના યોગ બનવા લાગે છે.
2. શનિવારના દિવસે ચાંદી, લોખંડ કે પછી સ્ટીલથી બનેલી કાતર ખરીદવાથી પરિવારના લોકો વચ્ચે તણાવ આવવા લાગે છે.

3. શનિવારના દિવસે લાલ રંગના લપડા ખરીદીને ભેંટ સ્વરૂપે આપવાથી વ્યક્તિની સામાજિક ઓળખ ખરાબ થઇ શકે છે.
4. શનિવારના દિવસે કોઈ બીજા વ્યક્તિના બુટ-ચપ્પલ પહેરવા જોઈએ નહિ.
5. શનિવારના દિવસે ચાંદીના આભૂષણ ખરીદીને કોઈને પણ ભેંટ સ્વરૂપે આપવા જોઈએ નહિ, આવું કરવાથી વ્યક્તિ કર્જદાર બની શકે છે.

6. શનિવારના દિવસે કારણ વગર કોઈને પણ હેરાન-પરેશાન કરવા જોઈએ નહીં અને ખોટું બોલીને પોતાનું કામ સિદ્ધ પણ કરાવવું ન જોઈએ.
7. શનિવારે તાંબાના વાસણો દાન કરવાથી વ્યક્તિને વ્યાપારમાં ખોટ આવવા લાગે છે.

8. શનિવારના દિવસે સફેદ રંગના કપડાં ખરીદીને ભેટ સ્વરૂપે આપવાથી વ્યક્તિને પારિવારિક મનમુટાવનો સામનો કરવો પડી શકે છે.
9. શનિવારના દિવસે ચમેલીનું અત્તર ખરીદીને ભેંટ સ્વરૂપે આપવાથી વ્યક્તિ અનેક રોગોથી ઘેરાવા લાગે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.