ડોક્ટર પરિવારના 9 લોકોએ એક સાથે જ કરી લીધો સામુહિક આપઘાત, તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે કારણ જાણશો તો

ભણેલા ગણેલા ડોક્ટરના પરિવારમાં 9 લોકોનો આપઘાત, ખતરનાક કિસ્સો આવ્યો સામે…કારણ સાંભળીને આત્મા કંપી ઉઠશે

દેશભરમાં ઠેર ઠેર આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરતા હોય છે. ઘણીવાર પરિવાર દેવાના બોજ નીચે બદબાઇ ગયેલો હોવાના કારણે આખો જ પરિવાર આપઘાત કરી લેવાની ઘટનાઓ પણ કંપારી લાવી દેતી હોય છે.

ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના સાંગલીમાંથી. જ્યાં એક જ પરિવારના 9 લોકોએ દેવાના બોજને કારણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી વિસ્તારના દરેક લોકો આઘાતમાં છે. ડોક્ટર પરિવારના આ તમામ લોકોએ ઝેર પીને બે અલગ-અલગ ઘરમાં મોતને ભેટ્યા હતા. પોલીસને સાંગલીના અંબિકા નગર અને રાજધાની કોર્નરમાંથી આ લોકોના મૃતદેહ મળ્યા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ડૉક્ટર પરિવાર દેવાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, દેવાના બોજથી કંટાળીને બધાએ સામૂહિક આત્મહત્યા કરી લીધી. આ ઘટના સોમવાર (20 જૂન)ના રોજ બની હતી. ડૉક્ટર દંપતીના એક ઘરમાંથી છ અને બીજા ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે.

સોમવારે સવારે જયારે તબીબે દંપતીના પરિવારના ઘરનો દરવાજો ખુલ્યો નહોતો ત્યારે પાડોશીઓ ઘર પાસે પહોંચી ગયા હતા અને દરવાજો ખોલીને જોયું હતું. પડોશીઓએ ઘરની અંદર 6 મૃતદેહો જોયા, ત્યારબાદ 3 મૃતદેહ અન્ય ઘરમાંથી પણ મળી આવ્યા. પડોશીઓએ તરત જ પોલીસને જાણ કરી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ તપાસ કરી અને જણાવ્યું કે પ્રાથમિક રીતે આ આત્મહત્યાનો મામલો લાગે છે.

પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટર દંપતીના પરિવારે ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનારાઓમાં 52 વર્ષીય પોપટ યલ્લાપ્પા વનમોર, 48 વર્ષીય સંગીતા પોપટ વનમોર, 30 વર્ષીય અર્ચના પોપટ વનમોર, 28 વર્ષીય શુભમ પોપટ વનમોર, 49 વર્ષીય માણિક યલ્લાપ્પા વનમરે, 45 વર્ષીય રેખા માણિક વનમોર, 28 વર્ષીય અનિતા માણિક વનમોર, 72 વર્ષીય અક્કતાઈ વનમોર અને આદિત્ય માણિક વનમોરેનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પ્રાથમિક રીતે બંને ભાઈઓના પરિવારજનોએ દેવાના કારણે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે એક રૂમમાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બાકીના 6 મૃતદેહો બીજા રૂમમાંથી મળી આવ્યા હતા.

Niraj Patel