હે રામ ! આ શું થઇ રહ્યું છે ? છેલ્લા 24 કલાકમાં જ કાળ મુખો હાર્ટ એટેક 9 જેટલા લોકોને ભરખી ગયો, 6 લોકો તો 30થી પણ નાની ઉંમરના

હાર્ટ એટેકથી ટપોટપ 9નાં મોત, હે રામ ! આ શું થઇ રહ્યું છે આપણા ગુજરાતમાં ?

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

9 people died of heart attack in 24 hours : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને યુવાનો હવે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એવામાં નવરાત્રીના તહેવાર દરમિયાન પણ ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યા અને તેમના પ્રાણ પંખેરું પણ ઉડી ગયા હતા. ત્યારે ગત 21 ઓક્ટોબરના રોજ 24 કલાકમાં જ 9 લોકોએ હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જેને લઈને રાજ્યમાં હડકંપ પણ મચી ગયો હતો.

ગરબા રમતા હાર્ટ એટેક :

નવરાત્રી દરમિયાન જ ગરબા રમતા રમતા જ 3 લોકોના હ્ર્ય્દય બેસી ગયા હતા અને તેના કારણે તેમના મોત પણ નિપજ્યા હતા. જેમાં અમદાવાદનો એક 24 વર્ષનો યુવક ઘરેથી 2 કલાકમાં ગરબા રમીને આવું છું એમ કહીને નીકળ્યો હતો અને ચાલુ ગરબામાં જ તેને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કપડવંજમાં પણ એવી જ ઘટના બની જ્યાં એક 17 વર્ષીય યુવકનું ગરબા રમતા હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.

વડોદરા અને રાજકોટમાં પણ મામલા સામે આવ્યા :

તો વડોદરામાંથી પણ એક એવી જ ચોંકાવનારી ઘટના સામે આવી. જેમાં એક 13 વર્ષના કિશોરનું ગરબા રમતા જ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ સિવાય વડોદરાની એક સોસાયટીમાં આયોજિત ગરબામાં રમી રહેલા 55 વર્ષીય આધેડનું પણ હૃદય બંધ થઇ જવાના કારણે મોત નીપજ્યું હતું. વડોદરા ઉપરાંત રાજકોટમાંથી પણ હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં મધ્યસ્થ જેલમાં ફરજ બજાવી રહેલા એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત થયું. તો બીજા મામલામાં રૈયા રોડ પર પણ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો હતો.

24 કલાકમાં જ 9 લોકો મોતને ભેટ્યા :

આ ઉપરાંત દ્વારકામાં પણ 2 લોકોએ પણ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં જ 9 લોકોના મોત થવાના કારણે સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. આ સિવાય પણ હાર્ટ એટેકના ઘણા મામલાઓ રોજ બરોજ સામે આવી રહ્યા છે. શહેરો બાદ ગામડામાં પણ હાર્ટ એટેકના મામલા હવે જોવા મળી રહ્યા છે. જેમાં ભાવનગરના એક ગામમાં ખેતરમાં કામ કરી રહેલી એક 18 વર્ષીય યુવતીનું પણ ગત રોજ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel