9 ઓક્ટોબરનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પારિવારિક જીવન આજે ઉત્તમ હશે. તમારા મિત્ર તમને આર્થિક રૂપે મદદ કરી શકશે. પ્રેમ જીવન માટે સમય સારો છે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મેળવવા માટે હજુ વધારે મહેનત કરવાની જરૂરત છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. વેપારી મિત્રોને આજે કોઈ ખુશખબરી મળવાના યોગ છે. આજે આર્થીક નુકશાન થવાના યોગ છે. આર્થિક પરીસ્થિતિ સાથે જોડાયેલ વિવાદમાં સાવધાન રહો. તમારે કોઈપણ સાથે વાત કરતા સમયે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે જુઠ્ઠું બોલવાથી તમને નુકશાન થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે. આજે તમને બધી તરફથી ફાયદો મળશે તમારા જુના મિત્રોને મળીને મન ખુશ થઇ જશે તમારા મિત્રો તમારી પરિસ્થતિ જોઇને ખુશ થશે તેમને તમારા પર ગર્વ થશે. જયારે પણ મુસીબત આવે ત્યારે એવા વ્યક્તિની મદદ લેજો જે નિસ્વાર્થ ભાવે તમને મદદ કરે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે આવક વધારવા માટેના નવા રસ્તા શોધી શકશો. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કરી શકશો. સંબંધીઓ અને સમાજમાં તમારી નામના થશે. તમારા જીવનસાથી અને પ્રેમી તરફથી ભરપુર પ્રેમ મળશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એટલે તમે ઈચ્છો એ ખાઈ શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકશે, તમે પુરા કરેલ પ્રોજેક્ટ તમારા ઉપરી અધિકારીને પસંદ આવશે. તમે સફળતાના શિખર સર કરી શકશો. વિદેશ સાથે જોડાયેલ વ્યક્તિઓને ધનલાભ થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો
4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):
મિલકત અને જમીનમાં પૈસા રોકવાનો મૌકો મળશે. કોર્ટમાં ચાલી રહેલ કોઈ પ્રોપર્ટીના કેસમાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. આજે ઘરમાં સુખ અને આરામની વસ્તુઓ વસાવી શકશો. તમારા જીવનસાથી તરફથી તમને આર્થિક મદદ મળશે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમારૂ દરેક કામ તમે ઉત્સાહ અને એનર્જી સાથે કરી શકશો. નોકરી કરતા મિત્રોના પદમાં વધારો થશે માન સન્માન મળશે અને તમારા કામની સરાહના થશે. આજે નવા લોકો સાથે મળવાનું થશે. વેપારી મિત્રોને અમુક કામના કારણે થોડી દોડધામ વધી જશે પણ આર્થિક લાભ મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
લાંબા સમય માટે રોકાણ કરશો તેમાં ભવિષ્યમાં સારો ફાયદો મળશે. વેપારી મિત્રો તેમનો વેપાર વિદેશમાં સ્થાયી કરી શકશે. નવું ઘર ખરીદવાના યોગ બની રહ્યા છે. તમારી ગાઢ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ શકે છે. પ્રિયજન સાથે લાંબા સમયથી મુલાકાત નથી થઇ તો આજે મુલાકાત કરી શકશો. શારીરિક તકલીફ દૂર કરવા માટે આજથી જ કસરત અને યોગ ધ્યાન કરવાની શરૂઆત કરો. મહિલા મિત્રોને તેમના પતિ અને પ્રેમી તરફથી સરપ્રાઈઝ મળશે. એકંદરે આજનો દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
શેર માર્કેટમાંથી આજે સારા પૈસા બનાવી શકશો. આજે લોટરી કે શરતી સ્કીમથી દૂર રહો. આજે પરિવારમાં બધાની વચ્ચે થોડી તણાવ ભરી પરીસ્થિતિ ઉભી થશે.આજે માતા, સંતાન અથવા જીવનસાથીની તબિયત નરમગરમ રહેશે. આજે તમારા પ્રેમ સંબંધોમાં કોઈ બહારનું વ્યક્તિ આવશે. આજે વાતાવરણ અનુસાર ભોજન કરવામાં કોઈ તકલીફ નથી. નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને પગારવધારો મળશે. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં આવતી દરેક તકલીફ આજે દૂર થઇ જશે. વેપારી મિત્રો આજે પોતાનો બિઝનેસ મજબુત બનાવી શકશે. આજે વેપાર અર્થે કરવામાં આવેલ મુસાફરીમાં તમને ફાયદો મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ધનલાભ થવાના સારા યોગ છે. તમારી માનસિક ઉર્જામાં વધારો થશે. નોકરી અને વેપારને કારણે ઘર પરિવારથી દૂર જવાના યોગ પણ બની રહ્યા છે. પ્રેમીઓ કોઈ કારણસર એકબીજાની સાથે કોન્ટેક્ટ કરી શકશે નહિ, મનની વાત સમજો અને એકબીજા પર ભરોસો કરો. અકસ્માતના યોગ બની રહ્યા છે માટે રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રોને ઉપરી અધિકારીઓને જોઇશે ત્યારે સપોર્ટ મળશે નહિ. વધારા અને નાહકના ખર્ચ કરશો નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી
10. મકર – જ, ખ (Capricorn):
શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
પહેલા કરેલા કાર્યનું આજે તમને વળતર મળશે જેના કારણે આજનો આખો દિવસ તમારો ખુશનુમા રહેશે. તમારા પરિવારજનો અને જીવનસાથીને સરપ્રાઈઝ આપો અને ખુશ કરી દો. તમારા જુના મિત્રોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિ તો તમારી તબિયત બગડી શકે છે. ટૂંક સમયમાં પ્રિયપાત્ર સાથે પ્રવાસના યોગ છે. દરેક વાતને હસતા હસતા સ્વીકારવાની વૃતિ તમને ફાયદો કરાવશે. આજે કોઈપણ વચન આપતા પહેલા કે શરત લગાવતા પહેલા સો વાર વિચાર કરજો નહિ તો પસ્તાવું પડશે..
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
પારને આગળ વધારવા માટે આજે તમને તમારા મિત્રો અને સંબંધીઓનો સાથ મળશે. ઘણા સમયથી ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. પ્રેમ જીવન આજે આનંદમય હશે. પ્રિયજન સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જણાશે. અનિન્દ્રાની પરેશાની આજે તમને હેરાન કરી શકે છે. જે મિત્રો નોકરી બદલવા માંગે છે તેમના માટે સારો દિવસ છે. વિદ્યાર્થી મિત્રોએ આજે ભણવામાં હજી વધારે સમય આપવાનો છે. પર્સનલ જીવનમાં આજે અમુક મુશ્કેલીઓ આવી શકે છે. પરિવાર જનો અને વડીલો સાથે વાત કરીને દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમેબહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.