જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 9 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજના દિવસે તેના મિત્રો સાથે લાંબો વાર્તલાપ કરશે. આજના દિવસે ટ્રાવેલિંગ પણ થઇ શકે છે. આજે કરવામાં આવેલો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જેનાથી તમે ભવિષ્યમાં સારા સંપર્ક સ્થાપિત્ત કરી શકો છો.
આ સંપર્કમાં આવવાથી ઘણો ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારી વાણીમાં મીઠાશ આવશે જેનાથી તમારા જીવનસાથી ઘણા ખુશ થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે મનમાં જે આવશે તે કરશો. આજના દિવસે તમને કોઈની પરવાહ નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. આજના દિવસે તમે મુશ્કેલીમાં પડી શકો છો. પ્રેમી પંખીડાએ આજના દિવસે જ ચૂપ રહેવામાં ભલાઈ છે અન્યથા ઝઘડો થઇ શકે છે. પરણિત લોકો તેના જીવનસાથીના મનમાં ચાલી રહેલી વાતને સમજવાની કોશિશ કરે. આવકના મામલામાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કંઈક નવું પ્રદાન કરશો. કોર્ટ કચેરીથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના કામ શરૂ કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સપોર્ટ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોએ આજના દિવસે કામ પર ધ્યાન આપવું પડશે અન્યથા પરેશાની થઇ શકે છે. મનમાં અજબ પ્રકારની બેચેની રહેશે. બપોર બાદ સ્થિતિ બદલાશે. આજના દિવસે જલ્દી કામ પતાવીને ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. આ રાશિના જાતકોને આજના દિવસે પાર્ટી કરવાનું મન થશે. પરણિત લોકોએ આજના દિવસે તેના જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે પરિવાર સાથે બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. પરિણીત લોકોએ આજના દિવસે ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ઈમાનદારીથી બધી વાત કહી દેશે, જેનાથી મનમાં ઇજ્જત વધશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે નહીં તો સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. માનસિક તણાવને લઈને આજના દિવસે પરેશાન રહી શકો છો. પરંતુ બપોર બાદ ભાગ્ય તમારો હાથ પકડશે જેનાથી સવારે અટકેલા કામ પુરા થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેશો. આવકમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લઈને ઘરમાં વાતચીત કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આજના દિવસે ધાર્મિકમય રહેશે. આજના દિવસે પૂજા-પાઠમાં મન લાગશે અને પોતાના જ્ઞાનથી લોકોને પ્રભાવિત કરશે. પરિણીત લોકોએ ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પૂરું ધ્યાન આપવું પડશે, જીવન સાથીને કોઈ પણ રીતે ખુશ કરવામાં કોઈ કસર છોડવી નહીં. કામને લઈને દિવસ મજબૂત રહેશે.
10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો આજના દિવસે ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે જેનાથી તેનો સમય વ્યર્થ જશે. ખર્ચમાં વધારો થશે. આજના દિવસે કોઈ ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચ થશે.કામને લઈને આજનો દિવસ સફળ રહેશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો આજના દિવસે પ્રેમીપંખીડાને ખુશનુમા બનાવવા માટેનો પ્રયાસ કરશે. આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે.
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે અથવા થઇ શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરી શકો છો. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ તેનો ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાની કોશિશ કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને પર અસર પડી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.