જ્યોતિષ શાસ્ત્ર

આજે સોમવારના દિવસે મહાદેવની કૃપાથી 4 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોને આજના દિવસે સારા સમાચાર સાંભળવા મળશે. પરિવારવાળાનો પૂરો સહયોગ મળશે. માતાનું સુખ આજના દિવસે પ્રાપ્ત થશે. આજના દિવસે ધન લાભ થઇ શકે છે.
કામક્ષેત્ર માટે સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ટ્રાન્સફરના યોગ બની શકે છે. સ્વાસ્થ્ય મામલે આજનો દિવસ સારો રહેશે. દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને આજના દિવસે ઘણો ખર્ચ થશે સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. આજના દિવસે ક્યાંય યાત્રા પર જવાનું થઇ શકે છે. ધાર્મિક કામમાં મન લાગશે. ઓફિસમાં ઓછું મન લાગશે. આજના દિવસે કામમાં મન ના લાગવાથી થોડું ધ્યાન રાખવું પડશે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રીતે પસાર કરશે. દામ્પત્ય જીવન માટે દિવસ કમજોર રહેશે. જે લોકો પ્રેમમાં છે તેને સારા પરિણામ મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે આ રાશિના જાતકો પૈસા મામલે ઘણા નસીબદાર રહેશે. આજના દિવસે લાભ થશે અને સાથે જ માનસિક શાંતિ પણ મળશે. આજના દિવસે ભણવામાં મન લાગશે. પરણિત લોકોને સંતાન સુખ મળશે. આજના દિવસે કોઈ ક્રિએટીવીમાં મન લાગશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોએ આજના દિવસે ધ્યાનપૂર્વક ચાલવું પડશે. કામ પર જ ફોક્સ કરો અન્યથા સ્થિતિ બગડી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. માતા પિતાનું સુખ મળશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. વ્યસ્તતાની વચ્ચે પોતાના માટે સમય કાઢો. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. વિધાર્થી માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકો માટે આજના દિવસે કોઈ સમસ્યા આવી શકે છે. આજે કામને લઈને તમને કોઈ ખુશખબરી મળી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે. કામથી કામ રાખશો તો સમય અનુકૂળ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે પૈસાને મામલે દિવસ થોડો કમજોર રહેશે. આવકમાં ઘટાડો થઇ શકે છે. કોઈ આવકને લઈને જોખમ ઉઠાવવું નુકસાન સાબિત થઇ શકે છે. પૈસાના રોકાણથી બચો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. પારિવારિક જીવન માટે દીવસ સારો રહેશે. સાસરિયા પક્ષ તરફથી સંબંધ સારો રહેશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આજના દિવસે વેપારમાં પ્રયાસ કરવાથી સફળતા મળશે. વેપારમાં વધારો થશે. જીવનસાથીનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા પર જવા માટે આ સમય અનુકૂળ નથી. ઝઘડા કરવાથી બચો. સમાજમાં માન સમ્માન વધશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ નથી.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોને કામમાં વિલંબ થઇ શકે છે. જેનાથી થોડી તકલીફ થશે. માનસિક રીતે તમે દબાણ મહેસુસ કરશો. આ દરમિયાન ખર્ચ પણ થઇ શકે છે જેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. દાંમ્પત્ય જીવનમાં તનાવ રહી શકે છે જેનાથી બચવાનો પ્રયાસ કરો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે તમે મનની વાત કહી શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કામને લઈને સારો લાભ મળી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો સાબિત થશે. રોકાણથી પૈસામાં સારો લાભ થશે. પ્રેમી પંખીડા આજના દિવસે અતરંગપળો વિતાવશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવશો. શિક્ષણમાં રુકાવટ આવી શકે છે. પરણિત લોકોને સંતાનસુખની પ્રાપ્તિ થશે. કામમાં થોડું મન ઓછું લાગશે. પરિવાર પ્રત્યે ધ્યાન આપવું પડશે. જેનાથી કામમાં દબાણ વધી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અંગત જીવન માટે સારો રહેશે. પરિવાર સાથે સમય વિતાવશો. કામમાં પરિવારનો સહયોગ મળશે. અંગત જીવનમાં સારા પરિણામ મળી શકે છે.ખર્ચ વધારે થઇ શકે છે. આવશ્યક કામ પર ખર્ચ વધારે થશે. આજના દીવસે જીવનસાથી અને માતા વચ્ચે સારો તાલમેલ જોવા મળશે. આજના દિવસે બંને શોપિંગ પર જઈ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને આજના દિવસે કામમાં સફળતા મળી શકે છે. કોઈ ઉદેશ્ય સાથે કરવામાં આવેલી યાત્રા સફળ થઇ શકે છે. કોઈ નાની યાત્રાથી પણ મન પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ નવી ડીલ થઇ શકે છે જેનાથી વેપારમાં ગતિ વધશે. આવકમાં વધારો થઇ શકે. ખર્ચ પણ વધારે રહેશે. આમ છતાં મન પ્રસન્ન રહેવાથી કામમાં સફળતા મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને પરિવારમાં કોઈ સમસ્યા આવી શકે છે જેનાથી તમારું ધ્યાન આકર્ષિત રહેશે. આજના દિવસે તમારા વાણી વ્યવહારથી બીજાને સફળતા આપવામાં સહાયતા કરશો જેનાથી તમને લાભ થશે. આજના દિવસે માન સમ્માનમાં વધારો થશે. ધાર્મિક કામમાં હિસ્સો લેશો.પારિવારિક જીવનમાં તણાવ તમારા પર હાવી થઇ શકે છે જેનાથી બચવાનો પ્રયાસ કરો. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ છે.