ખબર

નુડલ્સ ખાવાના કારણે એક જ પરિવારના 9 લોકોનું થયું મૃત્યુ, ખબર વાંચીને તમે પણ ખાવાનું બંધ કરી દેશો

નૂડલ્સના શોખીનો સાવધાન થઇ જાઓ…એક જ પરિવારના 9 લોકોના મોત જાણો સમગ્ર મામલો

આજના સમયમાં લોકો ફાસ્ટફૂડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે મેગી અને નુડલ્સ ખુબ જ જલ્દી બની જતા હોય અને ખાવામાં પણ ટેસ્ટી હોવાના કારણે બાળકોથી લઈને મોટેરાઓ પણ ખાવાનું પસંદ કરે છે.

પરંતુ હાલમાં જ આવેલા એક સમાચાર સાંભળીને તમારું હૈયું પણ હચમચી જશે. ફ્રિજની અંદર મૂકી રાખેલા વાસી નુડલ્સ ખાવાના કારણે એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે.

આ ચોંકાવનારી ઘટના બની છે ચીનના હેઈલોન્ગજિયાંગ પ્રાંતના જીક્સી શહેરમાં. જ્યાં એક જ પરિવારના 9 લોકોના વાસી નુડલ્સ ખાવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને આ ખબરથી ચકચાર મચી ગયો છે. પરિવારે ઘરમાં જ મકાઈના નુડલ્સ બનાવીને ફ્રિજમાં રાખી દીધા હતા. આ નુડલ્સને બીજા દિવસે સવારે નાસ્તાની અંદર બાફીને ખાવામાં આવ્યા હતા. જેના બાદ પરિવારના 7 વયસ્ક લોકો અને 2 બાળકો સહીત એમ કુલ 9 લોકોના કરુંણ મૃત્યુ નિપજ્યા હતા.

Image Source

આ પરિવાર કુલ 12 લોકોનો હતો. જેમાંથી 3 છોકરીઓને મકાઈના નુડલ્સ ભાવતા ના હોવાના કારણે તેમને ખાવાની ના પડી હતી. જયારે બાકીના 7 લોકોએ તે વાસી નુડલ્સ ખાધા હતા. ત્યારબાદ બપોરથી જ તે 9 વ્યક્તિઓને તીવ્ર ડિહાઈડ્રેશનની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. યોગ્ય સારવાર છતાં બે દિવસના અંતરે જ તમામ 9 લોકોએ દમ તોડી દીધો હતો.