જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 9 જૂન : બુધવારનો દિવસ આ 4 રાશિના જાતકો માટે રહેશે શુભ, જાણો તમારી રાશિ તો નથી ને…

1. મેષ – અ, લ ,ઈ (Aries): તમારો દિવસ ઠીક-ઠાક રહેશે તમને ગલતફેમી થઇ શકે છે. છૂપાયેલી કેટલીક વાતો સામે આવી શકે છે. તમને થોડી થકાન મહેસૂસ થઇ શકે છે. કોઇ વાત નહિ કરો તો તમારા મનમાં અફસોસ થઇ શકે છે. કામમાંને કામમાં તમે ફસાઇ પણ શકો છો. કારોબારમાં વધારો થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): શિક્ષાના ક્ષેત્રમાં તમને ઉન્નતિ મળી શકે છે. કોઇ બીજાનો ઉત્સાહ જોઇ તમે ઉત્સાહિત થઇ શકો છો. માતા-પિતા સાથે સંબંધ મજબૂત થશે. કોઇ મોટી ઓફરથી ધન લાભ થવાની શક્યતા છે. તમારુ દામપત્ય જીવન ખુશીઓથી ભરાયેલુ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): તમારો દિવસ શુભ રહેશે. તમારા મનમાં નવા નવા વિચારો આવી શકે છે. માતા-પિતા તેમના બાળકોને નવા ડ્રેસ ખરીદાવી શકે છે. જો તમે સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલ છે, તો તમારી તરક્કીના નવા રસ્તા નજર આવી શકે છે. પરિવારમાં તમારા ગુણોની પ્રશંસા થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): તમારો દિવસ ઉત્તમ રહેશે, કોઇ મિત્રની મદદથી તમારા કામ બનશે. તમારા કોન્ફિડન્સના દમ પર તમે બધા કામમાં સફળ થશો. કલા કે કોઇ રચનાત્મક કામમાં તમારુ રૂજ્ઞાન વધશે. તમે તમારી બધી સમસ્યાઓનુ સમાધાન આરામથી શોધી લેશો.  ધૈર્યપૂર્વક કરવામાં આવેલી વાતચીત તમારા ફેવરમાં રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): તમારુ દિવસ સારો રહેશે, તમને અચાનક ધન લાભ થઇ શકે છે. ઓફિસમાં કોઇ મોટા અધિકારીનો સહયોગ મળશે. લવ પાર્ટનર તમારુ સન્માન કરશે. તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે, જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતાનો રસ ભળશે. તમારા મનમાં સકારાત્મકતા રહેશે જેનો તમને લાભ થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): તમારા સ્વાસ્થયમાં ચઢાવ ઉતારવાળો દિવસ રહેશે, ઓફિસમાં કામ કરવા બદલ તમારી પ્રશંસા માટે તમારે મહેનત કરવી પડી શકે છે. વેપારી વર્ગને ધન લાભ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનસાથી સાથે અણબનાવ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra): તમારો દિવસ ઘણો સારો રહેશે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. પારિવારિક કામ પૂર કરવામાં સફળ થઇ શકો છો. મિત્રોનો જરૂરી કામમાં સપોર્ટ મળી શકે છે. આસપાસના લોકોથી સહાનૂભૂતિ બનાવી રાખો. કાર્યોમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આવકમાં વધારો થશે અને આત્મવિશ્વાસ વધશે.  પ્રેમી પંખીડાને આજના દીવસે તેના પ્રિય વ્યક્તિથી નારાજ થઇ શકે છે. જેનું કારણ તમારું ખરાબ વર્તન હોય. ખર્ચમાં વધારો થવાથી પરેશાન થઇ શકો છો.પરણિત લોકો માટે ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. જીવનસાથીને ઓફિસના કામથી બહાર જવું પડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને આજના દિવસે શારીરિક પરેશાન થઇ શકે છે. ગુપ્ત રીતે ધન હાંસિલ કરવામાં કામયાબ રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે. કામને લઈને પ્રભુત્વ જોવા મળશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): આજના દિવસે ભાગ્યના સાથથી બધા જ કામ પુરા થશે. આજે લીધેલા નિર્ણયો તમને આવનારા સમયમાં ઘણો ફાયદો પહોંચાડશે. પારિવારિક વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખવું. લવ લાઇફમાં તમને સારા પરિણામ મળશે. વિવાહિત જીવન જીવતા લોકોને તેમના જીવનસાથીનો સહયોગ મળશે. કામને લઈને દિવસ અનુકૂળ છે. કાર્યની સાથે સાથે લોકોના હિત માટે પણ કાર્ય કરો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. જેના કારણે તમારા ખર્ચમાં પણ વધારો થશે. કામને લઈને કરવામાં આવેલી યાત્રા સફળ સાબિત થશે. આજના દિવસે પરિશ્રમનું ફળ મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ નથી.  જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તણાવ વધવા ના દો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોની દિવસની શરૂઆત સારી રહેશે. જેનાથી તમને સૂકુન મહેસુસ કરશે. પ્રેમના મામલે આજના દિવસે ખરાબ સમય જોવો પડી શકે છે. તમારા પ્રયાસ કર્યા બાદ પણ તાલમેલ સારો નહીં રહે. જેને સમજવાનો પ્રયાસ કરો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસ જીવનસાથીનો સહયોગ મળશે. ધાર્મિક કામમાં મન લાગશે.