9 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે જમીન અને મકાનમાં પૈસા રોકી શકો છો જેનાથી તમને ભવિષ્યમાં ઘણા ફાયદા થશે. આજે શેર માર્કેટમાંથી પણ સારી કમાણી કરી શકશો. આજે તમારા મિત્રો તમારા પરિવારજનો બધા તમારાથી ખુશ હશે. સમાજમાં તમારી નામના વધશે. આજે શરીર સાથે કોઈપણ લાપરવાહી કરશો નહિ. આજે તમારા રૂટીન જીવનમાં કોઈ બદલાવ આવશે. આજે સમયે ભોજન લેવું અને આરામ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આજે નોકરી કરતા વ્યક્તિને તેમના સાથી કર્મચારીની મદદ મળશે. આજે જો કોઈ નવા વેપાર શરુ કરવા માટે કે પછી જે વેપાર કરી રહ્યા છો તેના માટે કોઈ નવો પ્લાન આજથી શરુ કરવાના છો તો તેને થોડા સમય માટે કેન્સલ કરી દો, આજનો દિવસ તેના માટે યોગ્ય નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વધારે પડતો કંજૂસ સ્વભાવ તમને આજે પરેશાન કરશે. વધુ પૈસા કમાવવા માટેના અનેક રસ્તા આજે તમારી સામે આવશે. પૈસાનું રોકાણ કરતા પહેલા તમારા જીવનસાથીની સલાહ અચૂક લેજો. જો કોઈ નાની નાની શારીરિક તકલીફ થતી હોય તો તેને ઇગ્નોર કરતા નહિ, ડોક્ટરની મુલાકાત જરૂરથી લેજો. સાંજનો સમય પરિવાર સાથે કેટલીક જૂની યાદો તાજી કરવામાં વિતાવો. આજનો દિવસ મહિલા મિત્રો માટે પણ ખુબ લાભદાયી છે. ગૃહિણીઓ જો કોઈ નવું કાર્ય કરવા માંગે છે તો તેમને પરિવાર તરફથી સપોર્ટ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
વેપાર વધારવા માટે આજે સારો દિવસ છે. આજે તમારી મુલાકાત અમુક ખાસ લોકો સાથે થશે. આજે ઉધાર આપેલ પૈસા તમને પરત મળશે. આજે ઘરમાં વાતાવરણ સામાન્ય રહેશે. આજે તમને અમુક ના જાણતા હોય એવી વાતો તમારા પરિવાર વિષે જાણવા મળશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. આજે તમારા જીવનસાથી તરફથી તમને સરપ્રાઈઝ મળશે. આજે સાંજના સમયે માથાનો દુઃખાવો થવાની સંભાવના છે. દિવસ દરમિયાન ખુશ ખબરી મળશે જેનાથી તમારો આજનો દિવસ ખાસ બની જશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
4. કર્ક – ડ,હ (Cancer):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
5. સિંહ – મ,ટ (Lio):
આજે જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. આજે ડાયાબિટીસ, બીપી, હ્રદય રોગ વગેરે જેવી બીમારીના દર્દીઓએ ખાસ તકેદારી રાખવી. આજે બહારનું ખુલ્લું ખાવાનું અને પીવામાં ખાસ તકેદારી રાખજો. વિદેશમાં ભણવા જવા માંગતા મિત્રોને આજે સારા સમાચાર મળશે. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં વધુ ધ્યાન રાખવાની જરૂરત છે. આજે અમુક મહત્વના દસ્તાવેજ અને ડોકયુમેન્ટ સાચવીને રાખવા. તમારી આસપાસ ક્યાંક ચોરી થવાના યોગ છે. આજે વેપાર સંબંધિત કોઈ મુશ્કેલી આવી શકે છે. આજે વધારે ફાયદો મેળવવાના લોભમાં તમે તમારું જ નુકશાન કરી ના લો એ વાત ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
7. તુલા – ર,ત (Libra):
આજે કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. આજે લોટરી પણ લાગી શકે છે. પૈસાની આવક વધવાથી ઘરમાં ખર્ચ પણ વધશે. આજે ઘરની જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી થઇ શકે છે. વેપારી મિત્રોને આજે ધનલાભ થશે. આજે લગ્ન કરવા માંગતા મિત્રોની મુલાકાત ખાસ અને મહત્વની વ્યક્તિ સાથે થશે. આજે માતા પિતા તમારા વ્યવહારથી દુખી થશે. આજે બહારના કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતા તમારા ઘરની મહત્વની વાતો બહાર જાય નહિ તેની તકેદારી રાખજો. આજે વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા તકેદારી રાખજો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે વધારા ખર્ચ કરવાથી તમારે બચવું જોઈએ. આર્થિક તંગીને કારણે પરિવારમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. આજે શાંતિ મેળવવા માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો. આજે તમારામાં આત્મવિશ્વાસની કમી હશે. આજે તમારા પ્રિયપાત્રને પ્રેમ પ્રસ્તાવ માટે સારો દિવસ છે. આજે કોઈપણ કામ કે નિર્ણય ઉતાવળમાં લેવાનો નથી. આજે તમારા ભવિષ્યના પ્લાનને કોઈને પણ જણાવશો નહિ તમારા વિચાર ચોરી થવાના ચાન્સ છે. આજે જમીન અને મકાનમાં પૈસા રોકતા પહેલા બધી તપાસ કરી લેવી. વેપારી મિત્રોને આજે અચાનક ધનલાભ થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
ઘણા સમયથી જે મિત્રો પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના કામનો અંત આવશે અને કામ પૂર્ણ કર્યાનો આનંદ તમારા બોસના ચહેરા પર જોઈ શકશો. તમારા સાથી કર્મચારી તમારા કામથી ઈર્ષા કરશે. બ્રેક લો અને જીવનસાથી સાથે ક્યાંક લાંબી રાઈડ પર જાવ. તમારા કોઈ નજીકના મિત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પરિવાર સાથે કરો. આગામી થોડા સમયમાં તમને તમારા માતા તરફથી વારસાગત મિલકતનો લાભ મળવાના યોગ બની રહ્યા છે. જે મિત્રો સાચા પ્રેમની રાહમાં છે તેમની મુલાકાત આજે તેમના સાચા જીવનસાથી સાથે થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
બહુ જલદી પૈસા કમાઈ લેવાની માનસિકતામાં થોડી ધીરજની જરૂરત છે. આજે ઓફિસમાંથી કોઈ મોટા પ્રોજેક્ટમાં તમને કામ મળશે. આજે અમુક કામમાં તમને તમારા મિત્રો અને પિતરાઈ ભાઈઓની મદદ મળશે. આજે તમારા ભાઈ બહેન સાથે સંબંધ મજબુત થશે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો. આજે મુક જુના મિત્રો સાથે તમારી મુલાકાત થશે. જૂની વાતો અને પ્રસંગોથી તમે તમારું મન ફ્રેશ કરી શકશો. આજે વિદેશ જવા માંગતા મિત્રોને સારા સમાચાર મળશે. ખરીદી કરવામાં તકેદારી રાખજો નાહકની અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ વધી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here