આ છે દેશની 9 રોયલ ફેમીલી જે હજી પણ પૂર્વજોની જેમ ઠાઠથી જીવે છે, શાહી છે તેમનો અંદાજ

દેશના એ 9 શાહી પરિવાર, જેની શાનો શૌકત છે સદાબહાર…જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

ભારતના ઇતિહાસમાં ઘણા રાજા-મહારાજાઓનો ઉલ્લેખ મળે છે. જો કે, છેલ્લા પાંચ દાયકામાં ઘણુ બદલાઇ ગયુ છે. 1971માં ભારતના સંવિધાનમાં થયેલ 2ૃ6મા સંશોધનના સાથે જ રાજાઓને મળનાર વિશેષ ઉપાધિઓ અને તેમને મળનાર પ્રિવી પર્સ એટલે કે વિત્તિય લાભને સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા. તે બાદ શાહી પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અત્યારે પણ કેટલાક એવા શાહી પરિવાર છે જે નવા જમાનામાં પોતાના પૂર્વજોની જેમ ઠાઠથી જીવન જીવે છે. તો ચાલો જાણીએ આવા રાજવંશ પરિવારો વિશે.

1.પટૌડીના નવાબ : આ રાજવી પરિવારને બધા જાણે છે. પટૌડી વંશનું સંચાલન અગાઉ ભારતીય ટોચની ટીમના વડા અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરિવારની પરંપરાને હવે બોલીવુડના નવાબ સૈફ અલી ખાન આગળ ધપાવી રહ્યા છે.

2.રાજકોટનો શાહી પરિવાર : બદલાતા સમયની સાથે અનેક રાજવી પરિવારોએ પોતાના મહેલોને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કર્યા છે પરંતુ રાજકોટના રાજવી પરિવારે હજુ સુધી એવું કર્યું નથી. હાલમાં તેનું નેતૃત્વ યુવરાજ માંધાતા સિંહ જાડેજા કરી રહ્યા છે. આ રાજવી પરિવાર હવે બાયો ફ્યુઅલ ડેવલપમેન્ટ અને હાઈડ્રોપાવર પ્લાન્ટ્સમાં રોકાણ કરી રહ્યું છે.

3.બરોડાના ગાયકવાડ : સમરજિત સિંહ ગાયકવાડ રાજવી પરિવારના વડા છે. મરાઠાઓના આ વંશજો 18મી સદીમાં બરોડામાં સ્થાયી થયા હતા. વર્તમાન શાસકને 20,000 કરોડથી વધુની સંપત્તિ વારસામાં મળી હતી, જેમાં લક્ષ્મી વિલાસ પેલેસનો સમાવેશ થાય છે.

4.મેવાડ રાજવંશ : મહારાણા પ્રતાપનો મેવાડ વંશ ભારતમાં સૌથી લોકપ્રિય અને આદરણીય શાહી વંશમાંનો એક છે. હાલમાં, રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ વંશના 76મા કુલપતિ છે અને તેમનો પરિવાર ઉદયપુરમાં રહે છે. તમામ શાહી દરજ્જા ઉપરાંત, આ પરિવારની સમગ્ર રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ અને ચેરિટી સંસ્થાઓ છે.

5.જોધપુરનો શાહી પરિવાર : રાઠોડ શાસકો આઠમી સદીના પ્રાચીન રાજવંશોમાંના એક છે. હાલમાં, મહારાજા ગજસિંહ તેના પ્રમુખ છે. આ રાજવી પરિવારનું જોધપુરમાં મોટું ઘર છે. આ સિવાય ઉમેદ ભવન અને મેહરાનગઢનો કિલ્લો પણ તેમનો છે.

6.જયપુરનો શાહી પરિવાર : જયપુરનો શાહી પરિવાર રાજપૂતોનો વંશજ છે, જેને કચવાહા વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોકો ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશના હોવાનો દાવો કરે છે. મહામહિમ ભવાની સિંહ તેમના છેલ્લા મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર ન હતો, તેથી 2002 માં, તેણે તેની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધા. પદ્મનાભ સિંહ આ રાજવી પરિવારની પરંપરાને સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. પદ્મનાભ સિંહ રાષ્ટ્રીય સ્તરના પોલો ખેલાડી પણ છે.

7.અલસીસરનો શાહી પરિવાર : હાલમાં અભિમન્યુ સિંહ અલસીસરના રાજવી પરિવારના વડા અને સોળમા વંશજ છે. તેમણે ખેત્રી રાજ્ય પર શાસન કર્યું હોવાનું જાણવા મળે છે. જયપુર અને રણથંભોરમાં તેમના ભવ્ય મહેલો છે. આ સિવાય તેમનો પરિવાર તેમની પ્રોપર્ટી પર અનેક હોટલ પણ ચલાવી રહ્યો છે.

8.વાડિયાર શાહી પરિવાર : આ પરિવારનો ઇતિહાસ ભગવાન કૃષ્ણના યદુવંશ સાથે સંબંધિત છે. હાલમાં મૈસુરના આ રાજવી પરિવારના રાજા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર છે. આ રાજવી પરિવાર પ્રખ્યાત સિલ્ક બ્રાન્ડ ધ રોયલ સિલ્ક ઓફ મૈસૂરના માલિક છે. તેની શરૂઆત રાજા યદુવીરના કાકા શ્રીકાંતદત્તે કરી હતી.

9.બીકાનેરનો શાહી પરિવાર : બીકાનેર શહેર ભૂતપૂર્વ બિકાનેર રજવાડાની રાજધાની હતી. આ શહેરની સ્થાપના રાવ બિકા દ્વારા 1488 એડી માં કરવામાં આવી હતી. બિકાનેરના વર્તમાન શાહી પરિવારનું નેતૃત્વ મહારાજા રવિ રાજ સિંહ કરે છે, જેઓ બિકાનેરના 25મા મહારાજા છે.

Shah Jina