ખબર

જેને ખાવાના પણ ઠેકાણા નહોતા એવી 16 વર્ષની છોકરીના ખાતામાં આવ્યા 9.99 કરોડ રૂપિયા, વાંચીને તમે પણ ચોંકી જશો

OMG: આ યુવતીના ખાતામાં અચાનક આવી ગયા 9.99 કરોડ પછી જે થયું તે…

આપણા ખાતામાં ક્યારેક કોઈવાર ભૂલથી કોઈએ 50 કે 100 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હોય તો પણ આપણે ખુશ થઇ જતા હોઈએ છે, પરંતુ અચાનક જ તમારા ખાતાની અંદર 1-2 હજાર કે 10-15 લાખ નહીં પરંતુ એક સાથે જ 10 કરોડ રૂપિયા આવી જાય તો કેવું લાગે?

Image Source

વાંચીને જ પરસેવો વળી જાય ને? પરંતુ આવું હકીકતમાં બન્યું છે. આ ઘટના બની છે એક એવી છોકરી સાથે જેના ઘરમાં ખાવાના પણ ઠેકાણા નહોતા અને તેના ખાતામાંથી જ લાખો રૂપિયાની લેવડ દેવડ થઇ ગઈ, અને તેને ખબર પણ નથી પડી. આ ઉપરાંત તેના ખાતાની અંદર 9 કરોડ. 99 લાખ, 4 હજાર, 736 રૂપિયા જમા થયા છે. જેની જાણ થતા જ છોકરી સાથે તેના પરિવારના પણ હોશ ઉડી ગયા હતા.

Image Source

આ ઘટના બની છે યુપીના બલિયા જિલ્લાના રુકનપુરા ગામમાં. ત્યાં રહેવાવાળા સુબેદાર સાહનીની 16 વર્ષની દીકરી સરોજ સાથે. જેનું ખાતું ઇલ્હાબાદ બેંકની બાંસડીહ શાખામાં 2018માં ખોલવામાં આવ્યું હતું. જયારે સરોજ પોતાના ખાતાંમાં જમા રકમની જાણકારી લેવા માટે ગ્રાહક સેવા કેન્દ્ર ગઈ તો તેને બ્રાન્ચમાં જવા માટેનું કહેવામાં આવ્યું. બ્રાન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે તેના ખાતામાં 9 કરોડ. 99 લાખ, 4 હજાર, 736 રૂપિયા જમા હોવાના કારણે તેનું ખાતું હોલ્ડ કરવામાં આવ્યું છે. જયારે તેને બેંક મેનેજરને તેના વિશે પૂછ્યું તો મેનેજરે ગુસ્સે થઇ અને તેને જેલ મોકલવાની ધમકી પણ આપી.

યુવતી પોતાની ભાભી સાથે બેંકમાં ગઈ હતી.બેંકમાં કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ના મળતા અને પોતાના ખાતામાં આવેલી કરોડોની રકમથી ગભરાય ગયેલી સરોજે પોલીસ સ્ટેશનમાં આખી ઘટના જણાવી.

Image Source

પોલીસને આપેલા ફરિયાદ પત્રમાં સરોજ તરફથી લખવામાં આવ્યું છે કે: “બે વર્ષ પહેલા તેને કોઈ નિલેશ નામના વ્યક્તિએ ફોન કરી અને આધાર કાર્ડ અને કેટલાક બીજા ડોક્યુમેન્ટ, સરનામું જણાવીને પોસ્ટ દ્વારા મોકલવાનું કહ્યું હતું. તેના બદલામાં તેને વાયદો કર્યો હતો કે તે સરોજને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવશે. પોસ્ટ દ્વારા તેને એટીએમ પણ મળ્યું હતું. જેન સરોજે નીલેશને જણાવેલા સરનામે મોકલી આપ્યું હતું. અને ફોન ઉપર એટીએમ પાસવર્ડ જણાવ્યો હતો. ”

Image Source

હાલમાં પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે. બેંક પણ પોલીસને આ તપાસમાં મદદ કરી રહી છે. જેના દ્વારા ખબર પડી શકે કે આ નાણાંની લેવડ-દેવડ કેવી રીતે અને કોના દ્વારા થઇ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.