9 ચિતાઓ પર 9 દંપતિ, ધ્રુસકેને ધ્રુસકે રડ્યા 9 ગામ : તીર્થયાત્રીઓની મોત પર ગમગીન થયા લોકો, ઘરોમાં ના સળગ્યો ચૂલો

ચાર ધામના 26 શ્રદ્ધાળુઓનાં દર્દનાક મૃત્યુ: કોઈ ઘરમાં ચૂલો સળગ્યો નહીં, બેન્ડવાજાં વિના જ….

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારના રોજ થયેલ બસ અકસ્માતમાં 26 યાત્રિકોના મોત થયા હતા, જેમના શવને સોમવારે મોડી રાત સુધી વાયુસેનાના વિશેષ વિમાનથી ખજૂરાહો એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. મૃતકોમાંથી 25 મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના હતા. આ અકસ્માત ઉત્તરાખંડમાં ચારધામ દરમિયાન યમુનોત્રી જવાના માર્ગ પર થયો હતો. મંગળવારે તમામ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 9 યુગલોનો સમાવેશ થાય છે, જેમના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૃતકોમાં 8 લોકો સાંટા, 2 પવઇ, 2 સિમરિયા, 1 ચીખલા, 4 મોહન્દ્રા, 2 કુંવરપુર, 2 કોની, 1 કકરહટા અને 2 ઉદલા ગામના હતા. જણાવી દઇએ કે, જયારે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવયા હતા ત્યારે સૌથી હૃદયસ્પર્શી દ્રશ્ય સિમરિયા વિસ્તારના બુદ્ધ સિંહ સાટાનું છે. કારણ કે અહીં 8 લોકોના મોતથી શોકનો માહોલ છે. મંગળવારના રોજ સવારે 8 વાગ્યે દ્વિવેદી પરિવારના 6 લોકોની નનામી નીકળી હતી અને તે બાદ બધાની આંખો છલકાઇ ઉઠી હતી. બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે અને તેને કારણે તેમને આઘાત લાગ્યો છે.

દ્વિવેદી પરિવારના ત્રણ યુગલોની ચિતાને એકસાથે પ્રગટાવવામાં આવી હતી.સાટા ગામના યોગેશ દ્વિવેદીએ જણાવ્યું કે સૌ પ્રથમ ગ્રામવાસીઓએ ડૉ. સાહેબ રાજારામ સિંહ, તેમની પત્ની ગીતા સિંહને શ્રદ્ધાંજલિ આપી અને અંતિમ સંસ્કાર કર્યા. આ પછી દ્વિવેદી પરિવારના 6 લોકો સોનાર બેરમા નદીના સંગમ પાસે મુક્તિધામ પહોંચ્યા અને અંતિમ સંસ્કાર કર્યા. વેદ નારાયણે જણાવ્યું કે 6 લોકો માટે ચાર ચિતા બનાવવામાં આવી હતી.

પ્રથમ ચિતામાં દિનેશ પ્રસાદ દ્વિવેદી, પત્ની પ્રભા દ્વિવેદી, બીજી ચિતામાં તેમની માતા, પિતરાઈ ભાઈ હરિ નારાયણ દ્વિવેદી, તેમની પત્ની હરીબાઈ, ચોથી ચિતામાં ભાઈ રૂપનારાયણનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યા આસપાસ એરફોર્સના એરક્રાફ્ટ દ્વારા શ્રદ્ધાળુઓના દેહ ખજુરાહો એરપોર્ટ પર પહોંચ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ મૃતદેહોને અહીંથી અલગ-અલગ વાહનોમાં રાખીને 9 ગામોમાં મોકલ્યા.

આ અકસ્માતે અનેક પરિવારોના માથા પરથી વડીલોનો પડછાયો છીનવી લીધો છે. તમામ મૃતકો પવઈ વિધાનસભાના નવ ગામના રહેવાસી હતા. હવે આ ગામોમાં મૌન છે. એક સાથે 8 લોકોના મોતના કારણે સાટામાં શોકનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટનામાં અહીંના મોટાભાગના ઘરોમાં દિવસ દરમિયાન ચૂલો સળગ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, ફુલ્લા વર્મનના ઘરે પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્નને લઇને ઘરમાં કોઈ પણ ઉત્સાહ નહોતો. પુત્રની જાનને બેન્ડબાજા વગર જ કાઢવામાં આવી હતી.

Shah Jina