બોલીવુડના ઇતિહાસમાં એવી ઘણી ફિલ્મોના નામનો સમાવેશ છે, જે અળધી-અધૂરી રહી ગઈ કે પછી અમુક વિવાદોને લીધે રિલીઝ જ ન થઇ શકી. જેમાંની અમુક ફિલ્મો એવી પણ છે જેની શૂટિંગ માત્ર એક જ અઠવાડિયા સુધી થઇ અને પછી બંધ થઇ ગઈ.
1. દસ(વર્ષ-1997):

ફિલ્મ અગ્નિપથ, હમ, ત્રિમૂતિ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા મુકુલ આનંદ ફિલ્મ ‘દસ’ને વર્ષ 1997 માં બનાવી રહ્યા હતા. ફિલ્મમાં સંજય દત્ત, સલમાન ખાન, શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન જેવા કિરદારો હોવાને લીધી ફિલ્મ રિલીઝના પહેલા જ ખુબ પ્રખ્યાત પણ થઇ ગઈ હતી. ફિલ્મની મોટાભાગની શૂટિંગ પણ પુરી થઈ ગઈ હતી પણ ડાયરેક્ટર મુકુલ આનંદનું શૂટિંગ લોકેશન પર જ હૃદયના હુમલાને લીધે અવસાન થઇ ગયું હતું જેને લિધે ફિલ્મની શૂટિંગ પણ ત્યાંજ અટકી ગઈ હતી. ફિલ્મનું સંગીત વર્ષ 1999 માં રિલીઝ થયું હતું પણ ફિલ્મ રિલીઝ થઇ શકી ન હતી.
2. રામ(90 નો દશક):

સોહેલ ખાન પોતાના ભાઈ સલમાન ખાન સાથે 90 ના દશકમાં ફિલ્મ રામ બનાવવા માંગતા હતા. ફિલ્મ માટે અભિનેતા અનિલ કપૂર અને પૂજા ભટ્ટને સાઈન પણ કરવામાં આવી ચુકી હતી. ફિલ્મનું કામ તો શરૂ થઇ ગયું હતું પણ કોઈ કારણોને લીધે તેની શૂટિંગ આગળ વધી શકી ન હતી, અને ફિલ્મ ગુમનામીમાં ચાલી ગઈ.
3. જલવા(90 નો દશક):

ડાયરેક્ટર કેતન ધવન જલવા ફિલ્મ માટે સલમાન ખાન, સંજય દત્ત અને અરમાન કોહલીને સાઈન કરી લીધા હતા પણ તેની પહેલા તે અન્ય સ્ટાર કાસ્ટની સાથે ફેમિલી ફિલ્મ બનાવવામાં વ્યસ્ત થઇ ગયા અને આ ફિલ્મ ત્યાં જ અટકી ગઈ. જેના પછી ડેવિડ ધવને સલમાન સાથે ‘યે હી જલવા’ નામની ફિલ્મ બનાવી લીધી.
4. બુલંદ(90 નો દશક):

આ ફિલ્મમાં સલમાન ખાન અને સોમી અલી મુખ્ય ભૂમિકા નિભાવના હતા, તે સમયમાં સલમાન અને સોમી અલીના અફેરની ચર્ચા પણ ખુબ થતી હતી. પણ અમુક કારણોને લીધે આ ફિલ્મની શૂટિંગ રોકી લેવામાં આવી હતી.
5. રશ્ક(વર્ષ-2011):

શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને જુહી ચાવલાની ફિલ્મ રશ્ક કોઈ કારણને લીધે રિલીઝ ન થઇ શકી અને તેનું કારણ પણ આજ સુધી સામે નથી આવ્યું.
6. રણક્ષેત્ર(વર્ષ-1991):

અભિનેતા સલમાન ખાને વર્ષ 1991 માં ભાગ્યશ્રી સાથે મૈને પ્યાર કિયા દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી અને ફિલ્મ ખુબ જ હિટ રહી હતી. આ વચ્ચે ભાગ્યશ્રીને ફિલ્મ રણક્ષેત્ર માટે પણ સાઈન કરી લીધી હતી પણ તેના પછી ભાગ્યશ્રીએ બોયફ્રેન્ડ હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા. જેને લીધે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું અને ભાગ્યશ્રીએ પણ નક્કી કરી લીધું હતું કે તે માત્ર પતિની સાથે જ કામ કરશે. જેને લીધે આ ફિલ્મ ક્યારેય પણ રિલીઝ ન થઇ શકી.
7. સાગર સે ગહરા પ્યાર(90 નો દશક):

રવીના ટંડન સલમાન સાથે ફિલ્મ સાગર સે ગહેરા પ્યાર કરવાની હતી, જો કે તેની માત્ર ઘોષણા જ થઇ હતી પણ ક્યારેય બની શકી જ ન હતી.
8. આંખ મિચોલી(90 નો દશક):

સલમાન ખાનની ફિલ્મ જુડવાની કામિયાબી પછી અનીજ બઝમી સલમાન ખાન સાથે અન્ય ડબલ રોલ ફિલ્મ આંખ મિચોલી કરવા માગતા હતા. પણ સલમાન ખાન તે સમયમાં ખુબ જ જ વ્યસ્ત હતા અને ત્યારે તે ફરીથી ડબલ રોલ કરવાના મૂડમાં બિલકુલ પણ ન હતા અને ફિલ્મ ત્યાં જ અટકી ગઈ. જો કે તેના પછી અનીજ બજમીએ સલમાન સાથે વર્ષ 2005 માં સાથે નો એન્ટ્રી ફિલ્મ કરી જે ખુબ જ હિટ રહી હતી.
9. ચોરી મેરા નામ(90 નો દશક):

90 ના દશકમાં સલમાન ખાન, સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી અને કાજોલ પર ચોરી મેંરા નામ ફિલ્મ બની રહી હતી જે એક એક્શન ડ્રામાં અને થ્રિલર ફિલ્મ હતી. કોઈ કારણોને લીધે ફિલ્મની શૂટિંગ પુરી થઇ શકી ન હતી જેને લીધે રિલીઝ પણ થઇ શકી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.