મનોરંજન

શ્રીદેવીથી લઈને કરીના કપૂર સુધીની આ ખ્યાતનામ 9 હિરોઈને કર્યા છે ધનવાન પરણિત મર્દો સાથે લગ્ન

કરીના કપૂરથી લઈને લારા દત્તા આ 9 અભિનેત્રીએ અત્યંત પૈસાદાર યુવાન જોડે ઘર વસાવ્યું

ફિલ્મી જગતના સિતારાઓ કોઈને કોઈ રીતે ચર્ચામાં આવતા જ હોય છે, પરંતુ એક વાત જાણીને તમને પણ નવાઈ લાગશે કે બોલીવુડમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રીઓ લગ્ન પણ એવા લોકો સાથે કર્યા છે જે પહેલાથી જ પરણિત હતા અને કેટલાકના ડિવોર્સ પણ થઈ ચુક્યા હતા. આજે અમે તેમને એવી જ કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે લગ્ન કરવા માટે કોઈ કુંવારા લોકો નહિ પરંતુ પરણિત લોકોની પસંદગી જ કરી.

Image Source

1. શ્રીદેવી:
એક સમયની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી જે હાલ તો હયાત નથી છતાં પણ તેમને લગ્ન કરવા માટે ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની પસંદગી કરી હતી, બોની કપૂરના લગ્ન પહેલા જ 1983માં થઈ ચુક્યા હતા, બોનીના શ્રીદેવી સાથે બીજા લગ્ન હતા, બોની કપૂરના પહેલી પત્નીથી બે બાળકો હતા અર્જુન અને અંશુલા જયારે શ્રીદેવીથી તેમને બે દીકરીઓ હતી.

Image Source

2. હેમા માલિની:
બોલીવુડમાં ડ્રિમગર્લ તરીકે જાણીતી થયેલી અભિનેત્રી હેમા માલિનીએ પણ ધર્મેન્દ્ર સાથે લગ્ન કાર્ય હતા, ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ હતું પ્રકાશ કૌર. એક ખાસ વાત એ છે કે ધર્મેન્દ્ર અને હેમાએ લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો અને ઇસ્લામ ધર્મ સ્વીકારી ચુચાપ લગ્ન કરી લીધા હતા, ત્યાર બાદ બંનેએ હિન્દૂ રીતિરિવાજ મુજબ લગ્ન કાર્ય હતા.

Image Source

3. કરિશ્મા કપૂર:
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કાર્ય હતા, સંજયના પહેલાથી જ ડિવોર્સ થઈ ચુક્યા હતા.જો કે હાલમાં તો કરિશ્મા અને સંજયના પણ ડિવોર્સ થઇ ગયા છે અને કરિશ્મા પોતાના બંને બાળકો સાથે એકલી જ રહે છે.

Image Source

4. રવીના ટંડન:
બોલીવુડની સુન્દ્રાર અભિનેત્રી રવીના ટંડનના લગ્ન અનિલ થાડાની સાથે થયા હતા, અનિલની પહેલી પત્નીનું નામ નતાશા હતું, રવીના રિયાલિટી શો નચબલિએ સીઝન 9માં જજ તરીકે જોવા મળી હતી.

Image Source

5. વિદ્યા બાલન:
વિદ્યા બાલને સિદ્ધાર્થ રોય કપૂર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા છે, સિદ્ધાર્થ આ પહેલા બે વખત લગ્ન કરી ચુક્યો છે અને વિદ્યા સાથે આ તેના ત્રીજા લગ્ન હતા.

Image Source

6. કરીના કપૂર:
બેબો નામથી આખા દેશમાં જાણીતી થયેલી અભિનેત્રી કરીના કપૂરે પણ લગ્ન કરવા માટે પરણિત વ્યક્તિની જ પસંદગી કરી. અમૃતા સિંહ સાથે ડિવોર્સ થયા બાદ સૈફ આલીખાનનું દિલ કરીના ઉપર આવી ગયું અને બંનેએ લગ્ન કરી લીધા હતા.

Image Source

7. શિલ્પા શેટ્ટી:
શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુન્દ્રાએ શિલ્પા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્ની કવિતા કુન્દ્રાને પણ ડિવોર્સ આપી દીધા હતા.

Image Source

8. લારા દત્તા:
ફિલ્મ અભિનેત્રી લારા દત્તા જે મિસ યુનિવર્સ પણ રહી ચુકી છે તેને પ્રખ્યાત ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે, મહેશની પહેલી પત્નીનું નામ શ્વેતા જયશંકર હતું.

Image Source

9. રાની મુખર્જી:
અભિનેત્રી રાની મુખર્જીએ ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપડાના દીકરા આદિત્ય ચોપડા સાથે કર્યા છે. આદિત્ય પહેલાથી જ પરણિત હતો. વિદ્યા સાથે તેના આ બીજા લગ્ન છે.