આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 9 એપ્રિલ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત બનશે. નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રોને પોતાના કામમાંથી થોડો એક્સ્ટ્રા સમય મળશે અને તેમાં તમે નવા કામ કરવા વિષે વિચારી શકો છો અને તેનાથી તમારી ઇન્કમમાં વધારો થશે. વારસાઈ મિલકત સંબંધિત વિવાદમાં તમારી ચિંતામાં વધારો થશે. પરિણીત મિત્રો માટે આજનો દિવસ સારો છે. તમારા સંબંધમાં વિશ્વાસનો વધારો થશે. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે પણ મિત્રોનું વજન વધારે છે અને બીપી કે ડાયાબિટીસની સમસ્યા છે તેમણે વિશેષ ધ્યાન રાખવું. આજે તમને પૈસાની સમસ્યા નહિ સતાવે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
જો તમે તમારું ભવિષ્ય બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારા જે પણ અંગત મિત્રો અને સ્નેહીજનો સાથે સંબંધ બગડી ગયા છે તેમને સામેથી બોલાવો, જો માફી માંગવી પડે તો માફી પણ માંગી લેવી. આજે પૈસા રોકાણ કરવા માટેની એક સુંદર તક આવશે તમારી પાસે તો વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લઈને તેમાં રોકાણ કરો. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ, હ (Cancer):
આર્થિક પરીસ્થિતિથી તમે આજે સંતુષ્ટ હશો. આજે એક્સ્ટ્રા ઇન્કમ વધારવાના યોગ બની રહ્યા છે. આજે તમને ખાસ વાતમાં અને ખાસ બાબતમાં તમારા સંતાન તરફથી તમને સહયોગ મળશે. આજે તમારા સમાજમાં તમારી નામના થશે અને લોકો તમને વધુ સારી રીતે ઓળખતા થશે. જો કોઈ સંબંધી સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે તો તેનો અંત થશે અને તેઓ સામેથી તમને બોલાવવા આવશે. વાતાવરણમાં બદલાવને કારણે એલર્જી થઇ શકે છે તો તકેદારી રાખજો. કાનુન અને સમાચાર વિભાગ સાથે જોડાયેલ વિદ્યાર્થી માટે થોડી મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

5. સિંહ – મ, ટ (Lio):
આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
કોઈપણ સાથે પૈસાની લેવડ દેવડમાં ખાસ તકેદારી રાખજો. આજે તમારો કોઈ બહુ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. પારિવારિક જીવન તમને આજે નીરસ લાગશે. પરિવારમાં આજે કોઈની તબિયત ખરાબ થઇ શકે છે. આજે તમને કામ કરવામાં એક અનોખી ઉર્જાની અનુભૂતિ થશે તમે વિચારેલ દરેક કામ સારી રીતે પૂર્ણ કરી શકશો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. માનસિક ચિંતામાં વધારો થશે અને આજે અનિન્દ્રાની સમસ્યા સર્જાઈ શકે છે. પૈસા કમાવવા માટે આજે તમારે વધારે મહેનત કરવી પડશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

7. તુલા – ર, ત (Libra):
આજે કામનું ભારણ વધારે હશે, નોકરી કરતા મિત્રો માટે અને વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ વધારે મહેનત વાળો રહેશે. આજે જે મિત્રો કોઈ સાહસનું નવું કામ કરવા માંગે છે તો આજથી શરૂઆત કરી શકો છો. તમારી બહેન અને દિકરીઓને આજે પૈસા કે વસ્તુ ગીફ્ટ આપો તમારો આવનારો સમય સાનુકુળ થઇ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે તેનો સાચો રસ્તો આજે તમને મળશે અનુભવી લોકોના સંપર્કમાં આવશો. આજની સાંજ તમને માથાનો દુખાવો રહેશે તો તમારા બાળકો સાથે સમય વિતાવો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
ફાલતું અને નાહકનો ખર્ચ વધશે. તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. કોઈપણ જગ્યાએ મોટી રકમ રોકતા પહેલા તેના અનુભવી અને નિષ્ણાત વ્યક્તિની મદદ જરૂર લેજો, નહિ તો તમારા પૈસા ફસાઈ પણ શકે છે. સંતાનની બાબતમાં થોડી ચિંતા જણાશે. તેમની આદતો, તેમના મિત્રો તરફ તમારે ધ્યાન આપવાની જરૂરત છે. આજે સ્વાસ્થ્ય થોડું સામાન્ય રહેશે. વાગવું કે પછી અકસ્માત થઇ સહકે છે. નવું ઘર કે જમીન લેવાના મૌકા આજે મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
નોકરી અને ઘરની જવાબદારીમાંથી આજે થોડો સમય કાઢીને તમારો શોખ જે બહુ પહેલા છૂટી ગયો છે એ આજે ફરી જાગૃત કરો. આજે તમારી છુપાયેલી કળા લોકો સમક્ષ આવશે જેના લીધે ઘણા લોકો તમારી વાહ વાહ કરશે. આજનો દિવસ આનંદમાં વ્યતીત કરો. જે મિત્રો લાંબા સમયથી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમને આજે છોકરી / છોકરો જોવા જવાનો યોગ છે. આજે દિવસના અંતે આખા દિવસનો થાક તમને માથાનો દુખાવો આપશે. પણ આજના દિવસની ખુશીના કારણે તમે દરેક દર્દ ભૂલી જશો. આજનો થોડો સમય બાળકો સાથે વિતાવો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

10. મકર – જ, ખ (Capricorn):
વધુ પૈસા કમાવવા માટેના તમને વધુ સારા મૌકા મળશે, પણ તમે વિચાર્યો હશે એટલો ફાયદો તમે તેમાંથી નહિ મેળવી શકો. તમારું મન વિચલિત થઇ શકે છે. કામ કરવામાં આજે તમને કોઈ મદદ કરશે નહિ. આજે તમે ધારેલ કામ પૂર્ણ નહિ થઇ શકે. આજે તમારા જીવનસાથીનો મુડ સારો હશે આજે તમારા મનની વાત તેઓ સારી રીતે સમજી શકશે. આજે માનસિક અને શારીરિક થાક અનુભવશો. આજે ખાવા પીવામાં પણ તકેદારી રાખવાની છે નહિ તો પેટની સમસ્યા થઇ શકે છે. પૈસાની સમસ્યા પહેલા કરતા ઓછી જણાશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
પૈસા સંબંધિત કોઈપણ નિર્ણય ઉતાવળે કરતા નહિ. આજે પરિવારમાં તણાવભર્યું વાતાવરણ હશે. તમે પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો. તમારા જીવનસાથી અને પ્રેમીઓની લાગણી ને સમજો અને તમારા સંબંધોમાં થોડી પારદર્શકતા લાવો. નોકરી કરતા મિત્રોએ પોતાની સુઝબુઝથી પ્રોજેક્ટમાં કામ કરી શકશે તેનાથી તમારા કામની વાહ વાહ થશે અને તમારું પ્રેમોષણ પણ થઇ શકે છે. એક્સ્ટ્રા ઇન્કમ માટે પ્લાન કરી રહેલ મિત્રોને સફળતા મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.