08.08.2024: ભૂલી ના જતા ! આજે રાત્રે 8 વાગ્યે 8 મિનિટ પર તમારે કરવાનું છે આ કામ
આજે 8મી ઓગસ્ટ એટલે કે 08.08.2024 છે. 8.8.2024નો અર્થ છે ત્રણ 8 અંકોનો દુર્લભ સંયોગ. બે 8 અંકો શરૂઆતની તારીખ અને મહિનાના અંકો છે. જ્યારે ત્રીજો 8 અંક વર્ષ 2024ના અંકોનો સરવાળો છે. જ્યારે 2024ને જોડવામાં આવે તો 2+0+2+4=8 પ્રાપ્ત થાય છે. 8,8,8 ના આ અદ્ભુત સંયોગમાં કયો સમય ખાસ છે ? આ દુર્લભ સંયોગનો લાભ લેવા તમારે કયા સમયે શું કરવું જોઈએ ?
આ મુદ્દાનો લાયન્સ ગેટ પોર્ટલ સાથે શું સંબંધ છે ? ચાલો અમે તમને જણાવીએ. તારીખમાં 3 વખત દેખાતા નંબર 8નું દુર્લભ સંયોજન દરેકને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરશે. 8 નંબરનું આ સંયોજન ‘લાયન્સ ગેટ પોર્ટલ’ તરીકે ઓળખાય છે. આ એક ખગોળશાસ્ત્રીય ઘટના છે જ્યારે સિંહ રાશિમાં સૂર્ય, પૃથ્વી પરથી દેખાતો સૌથી તેજસ્વી તારો, સિરિયસ, નક્ષત્ર ઓરિઅન્સ બેલ્ટ લાઇનમાં એકસાથે આવે છે.
આ દિવસે 888 પણ સીધ છે. અંકશાસ્ત્ર અનુસાર આ એક દુર્લભ તિથિ છે, આ તિથિ પર કરવામાં આવેલ કાર્ય વિશેષ ફળદાયી છે. કારણ કે નંબર 8 અનંત છે, એટલે કે જો તેને ટ્વિસ્ટેડ કરવામાં આવે તો ઇનફિનિચીનું પણ ચિન્હ બની જાયછે. આ તારીખ ખૂબ જ ચમત્કારી ગુણવાળી છે. જ્યારે 8 નંબર શનિનો નંબર છે. આ વખતે વિચિત્ર સંયોજન સાથેની આ તારીખ ખાસ કરીને 4 રાશિઓ માટે ફળદાયી રહેશે.
તુલા, કુંભ, કન્યા અને મકર રાશિના લોકો પર આ યોગની વિશેષ અસર પડશે. આ રાશિના લોકોનું બગડેલું કામ થશે, દુવિધાઓ દૂર થશે અને સફળતાના નવા દરવાજા ખુલશે. જો આ 4 રાશિના લોકો ખાસ સંકલ્પ લઈને આજે રાત્રે 8 વાગ્યે 8 મિનિટ અને 8 સેકન્ડ પર કામ વિશેષ સંકલ્પ લઇ કામ આરંભ કરે કે કોઇ મહત્વનો નિર્ણય લે, નવો નવો પ્રોજેક્ટ અથવા કોઈ મોટું કામ શરૂ કરે તો તેમને મોટી સફળતા મળી શકે છે.