ખબર

કોઈ મજુર ભૂખ્યો ન રહી જાય એટલે આ દાદી 1 રૂપિયામાં ઈડલી વેચશે, આ પાછળ છે પ્રેરણાદાયક અને સંઘર્ષભરી કહાની

લોકડાઉનમાં રોજ નવી નવી ખબર સામે આવે છે કે મોંઘવારી વધી રહી છે અને દેશ મંદી તરફ ધકેલાઈ રહ્યો છે. અત્યાર લોકોને ખાવાના ફાંફા છે. પ્રવાસી મજૂરોને ખાવા પીવાનું મળી રહે એટલા માટે આ 80 વર્ષીય દાદી લોકડાઉનમાં લોકોને મદદ કરી રહ્યા છે.

આજે મોંઘવારી પ્રમાણે એક રૂપિયામાં ચોકલેટ મળવી પણ મુશ્કેલ છે. પરંતુ જો કોઈ મહિલા તમને 1 રૂપિયામાં ગરમાગરમ ઈડલી ખવડાવે તો તેને પણ પ્રસિદ્ધિ મેળવવાનો હક છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં 80 વર્ષની મહિલાનો ઈડલી બનાવીને ખવડાવવાનો વિડીયો વાયરલ થયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તેના ત્રણ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન આ વાયરલ વિડીયો જોતા તેને તે વૃદ્ધ મહિલાને મદદ કરી હતી.

આવો જાણીએ આ મહિલા વિષે
ચેન્નાઇની કોયુમ્બતૂરની કમલાથલ નામની મહિલા 80 વર્ષને પાર કરી ચુકી છે. આ ઉંમરે પણ તેનો સેવાની ભાવના કોઈના પણ દિલને અડકી જાય છે. કમલાથલની દુકાન સંઘર્ષ અને સેવાની કહાનીને ખુદ દેશના મોટા ઉધોગપતિ અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેના ટ્વીટર પર આ વિડીયો શર કર્યો હતો.

આ વિડીયો શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે, એક વ્યક્તિની ઈચ્છા શક્તિથી સમાજમાં મોટા બદલાવ વાળું કામ કરી શકે છે. આ એક વિન્રમ કહાની છે.જે કોઈ પણને આશ્ચર્યચકિત કરી દે છે. મેં નોટિસ કર્યું કર્યું કે આજે પણ તે લાકડાંથી ચાલતા ચુલાનો ઉપયોગ કરે છે, જે કોઈ પણ એને જાણતું હોય તો હું એને એક એલપીજી ગેસ આપવા માંગુ છું. આ કરવાથી મને ખુશી થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.