આ 85 વર્ષના ગુજરાતી દાદાએ સાબિત કરી આપ્યું સપના પુરા કરવાની કોઈ ઉંમર નથી હોતી,આ ઉંમરે પોતાની કાર ખરીદી અને ફેક્ટરી પણ શરૂ કરી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈપણ ઘટના વાયરલ થતા વાર નથી લાગતી. ઘણા વીડિયો એવા પણ વાયરલ થતા હોય છે જે લોકોના દિલ જીતી લેતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ દાદાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમને 85 વર્ષની ઉંમરે પોતાના માટે એક કાર ખરીદી અને પોતાની ફેક્ટરી શરૂ કરીને લોકોને એક પ્રેરણા સંદેશ આપ્યો છે.

એવું કહેવાય છે કે સપના પૂર્ણ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી, આજે એક તરફ યુવાનો જ્યાં માતા પિતાના પૈસા ઉપર લીલા લહેર કરતા હોય છે અને જિંદગીમાં મોજશોખ જ માણતા હોય છે ત્યાં તેમના માતા પિતા તનતોડ મહેનત કરી અને સંતાનોના સપનાઓ પુરા કરવામાં લાગી જતા હોય છે. ત્યારે એક દાદા એવા પણ છે જેમને 85 વર્ષની ઉંમરે પોતાનું સપનું પૂર્ણ કર્યું.

આ દાદાને લોકો નાનાજી તરીકે ઓળખે છે અને તેમનું નામ છે રાધા ક્રિષ્ન ચૌધરી. સોશિયલ મીડિયામાં તેમના વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને તેમના આ સાહસ અને જુસ્સાને લોકો સલામ કરી રહ્યા છે, સાથે જ આ વીડિયોમાં તેમના જીવનના સંઘર્ષ અને તેમની ફેક્ટરી વિશેની માહિતી પણ શેર કરવામાં આવી છે.

વીડિયોના કેપશનની અંદર જણાવવામાં આવ્યું છે કે, “અમે એવિમી હર્બલની સ્થાપના કરી અને તેને 6 મહિનાથી ઓછા સમયમાં વિશ્વભરના લોકોના હૃદયમાં સ્થાન આપ્યું.” આ કેપશનમાં તેમની સફળતા વિશે જણાવતા લખવામાં આવ્યું છે કે.

તો રાતોરાત સફળતા મેળવવામાં શું લાગ્યું???

1. વિઝન અને મિશન
આયુર્વેદના ઉપયોગ દ્વારા લોકોને તેમના વાળ ફરીથી ઉગાડવામાં મદદ કરવા માટે અમારી પાસે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત મિશન હતું.

2. વિશ્વાસ
જ્યારે લોકો જાહેરમાં અમને ‘સ્કેમ’ તરીકે ઓળખાવતા હતા, ત્યારે એવું શું હતું જેણે આ યાત્રામાં આગળ રહેવા માટે અમને પ્રેરિત રાખ્યાં? અમે જાણતાં હતાં, કે અમે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે અને તે જુસ્સો અને વિશ્વાસ જ અમને આગળ વધવાની પ્રેરણાં આપતું રહ્યું.

3. હાર્ડ વર્ક
હાર્ડ વર્ક માટેનો કોઈ જ અવેજી વિકલ્પ નથી. આ રાતોરાત સફળતા મેળવવામાં અમને 25 વર્ષ જેટલો સમય લાગ્યો.

4. ટીમવર્ક
ટીમવર્કની શક્તિને ઓછી આંકશો નહીં. શરૂઆતના દિવસોમાં મારો પરિવાર મને મદદ કરવા માટે એકસાથે આવ્યો. તેમનાં વિના આ શક્ય બન્યું ન હોત.

Niraj Patel