ખબર

આજના સૌથી બેસ્ટ સમાચાર, ભારતના આ રાજ્યમાં 8000 થી વધુ દર્દી એકસાથે રિકવર થયા- જાણો વિગત

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2,682 નવા કેસ આવ્યા છે અને 116 મોત થયા છે. પણ કોરોના વાયરસના મામલે એક સારા સમાચાર એવા આવ્યા છે કે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલથી રજા મળી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે 8,381 કોરોના પોઝિટિવ દર્દીઓ ઠીક થઈને ઘરે જતા રહયા છે. દેશના કોઈ પણ રાજ્યમાં એક જ દિવસમાં ઠીક થયેલા દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને માટે આપનારા લોકોની સંખ્યા 26,997 થઇ ગઈ છે.

Image Source

આરોગ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 62,228 થઇ ગઈ છે, જેમાં 36,932 કેસ મુંબઈમાં જ નોંધાયા છે. સાથે જ મુંબઈમાં 715 લોકો સ્વસ્થ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 33,133 થઇ ગઈ છે. મુંબઈમાં 1,173 લોકો મૃત્યુ પામ્યા છે અને 36,932 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 16,008 દર્દીઓ સ્વાસ્થ્ય પણ થઇ ચુક્યા છે.

મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં 47,482 કેસ અને 1,397 મોત નોંધાયા છે. પુણેમાં 6,321 કેસ અને 296 મોત નોંધ્યા છે. સોલાપુરમાં 727 કેસ અને 60 મોત, ઔરંગાબાદમાં 1,380 કેસ અને 64 મોત, માલેગાંવમાં 732 કેસ અને 52 મોત નોંધ્યા છે.

દર્દીઓના ડબલીંગ રેટ મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે 11 દિવસ હતો અને અત્યારે 15.7 દિવસ છે. જયારે મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 43.38 ટકા છે અને મૃત્યુ દર 3.37 ટકા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.