ફરવાનું નામ લઈને થાઈલેન્ડ ગયેલા 80 ભારતીયો આ ખરાબ કામ કરતા ઝડપાયા, પોલીસે અડધી રાત્રે હોટલમાં છાપામારી કરીને ઝડપ્યા, જાણો સમગ્ર મામલો

થાઈલેન્ડ પોલીસે અડધી રાત્રે હોટલમાં કરી છાપામારી, 80 ભારતીયોને આ ખરાબ કામ કરતા રંગેહાથ ઝડપ્યા, જુઓ તસવીરો

Thailand gambling racket : આપણા દેશમાં ફરવાના શોખીનો મોટાભાગના લોકો છે. જે સમયાંતરે ક્યાંકને ક્યાંક ફરવા માટે જતા હોય છે. રજાઓ પડતા જ કે કામમાંથી બ્રેક મળતા જ લોકો પ્રવાસના આયોજનો પણ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો વિદેશયાત્રા પર પણ જતા હોય છે. એમાં પણ થાઈલેન્ડ (thailand) ઘણા લોકોનું મનપસંદ સ્થળ છે.

(image Credit:newsmeter.in)

ત્યારે હાલ એક હેરાન કરી દેનારી ખબર થાઈલેન્ડમાંથી આવી રહી છે. થાઈલેન્ડના પતાયા (pataya) માં જુગાર (gambling) રમતા 80 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સોમવારે પતાયાની એક લક્ઝરી હોટલમાં જુગાર રમવાની જાણ થઈ હતી. આ દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં 80 ભારતીય જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.

(image Credit:newsmeter.in)

27 એપ્રિલથી 1 મે સુધી આ હોટલમાં ઘણા ભારતીય નાગરિકોએ રૂમ બુક કર્યા હોવાની બાતમી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમણે જુગાર રમવા માટે સેમ્પાઓ નામનો મીટિંગ રૂમ પણ ભાડે રાખ્યો હતો. જ્યારે પોલીસ મધ્યરાત્રિએ હોટેલ પર પહોંચી, ત્યારે તેમને મોટી સંખ્યામાં જુગારીઓ સાંપાઈઓ ખાતે બક્કારા અને બ્લેકજેક રમતા જોવા મળ્યા. પોલીસને જોઈને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

(image Credit:newsmeter.in)

પોલીસે 93 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 83 ભારતીય, છ થાઈ અને ચાર મ્યાનમારના નાગરિકો છે. ધરપકડ કરાયેલા 93માંથી 80 ભારતીય જુગારીઓ હતા જ્યારે અન્ય રમતગમતના આયોજકો અને સ્ટાફ હતા. પોલીસે ચાર બેકરેટ ટેબલ, ત્રણ બ્લેકજેક ટેબલ, કાર્ડના 25 સેટ, 209215000 ચિપ્સ, 160000 ભારતીય રૂપિયા, આઠ ક્લોઝ-સર્કિટ કેમેરા, 92 મોબાઈલ ફોન, ત્રણ નોટબુક કોમ્પ્યુટર, એક આઈપેડ અને ત્રણ કાર્ડ ડીલર મશીનો જપ્ત કર્યા હતા.

(image Credit: static.jagbani.com)

એક લોગબુક પણ જપ્ત કરવામાં આવી હતી જેમાં જુગારની ક્રેડિટ્સ રેકોર્ડ કરવામાં આવી હતી, જે ચલણમાં આશરે 1,000 મિલિયન રૂપિયાની ક્રેડિટ દર્શાવે છે. આ ઉપરાંત નશા માટેના ચાર આધુનિક હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ 32 વર્ષીય સિત્રાનન કેવેલોર હતો. કેવેલરે કબૂલ્યું હતું કે તેણે જુગાર રમવા માટે જગ્યાઓ અને જુગારીઓને રહેવા માટે રૂમની વ્યવસ્થા કરી હતી.

Niraj Patel