બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન માં બન્યા પછી ફિલ્મોમાં ખુબ જ ઓછી જોવા મળે છે, જો કે તેની પાસે હાલમાં એકથી એક મોટા પ્રોજેક્ટ પડેલા છે. હાલ કરીના કપૂર રેડિયો શો ‘વ્હોટ વુમેન વોન્ટ્સ’ હોસ્ટ કરી રહી છે. અને તે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ માં જલ્દી જ નજરમાં આવી શકે તેમ છે.

પણે સૌ જાણીએ છીએ કે સૈફ સાથે લગ્ન કરતા પહેલા કરીના કપૂર અન્ય કલાકારો સાથે પણ રિલેશનમાં રહી ચુકી હતી. તો સૈફ અલીખાનને પણ અમૃતા સિંહ સાથે લગ્ન થયા હતા. સૈફ અલીખાનને 2 બાળકો છે.

શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ પછી કરીના અને સૈફ અલી ખાનની નજીકતા વધી ગઈ હતી. બંને એ એકબીજા સાથે પાંચ વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

સૈફ અલી ખાનના પિતા મન્સુર અલીખાન પટૌડી પણ જાણીતા ક્રિકેટર હતા. સૈફ અલી ખાન નવાબ ફેમિલી માંથી આવે છે. તેની પાસે એકથી એક શાનદાર ઘર છે. આજે અમે તેમને સૈફનો હરિયાણામાં આવેલો નવાબી મહેલ ‘પટૌડી પેલેસ’ ની ખાસ તસ્વીરો દેખાડીશું.

જણાવી દઈએ કે આ ‘પટૌડી પેલેસ’ ની કિંમત 800 કરોડ રૂપિયા છે.આ પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે. આ ‘પટૌડી પેલેસ’ 81 વર્ષ કરતા પણ જૂનો છે જેમાં 150 રૂમ છે. જેમાં 7 ડ્રેસિંગ રૂમ,7 બેડ રૂમ,સાથે ડ્રોઈંગ રમ અને ડાઇનિંગ રૂમ પણ છે. આ પેલેસમાં ‘મંગલ પાંડે’,’વીર ઝારા’,ગાંધી: માય ફાધર, મેરે બ્રધરકી દુલહન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું।

પટૌડી પેલેસનું નિર્માણ 1953માં 8માં નવાબ ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.એક સમય હતો જ્યારે આ મહેલમાં 100થી પણ વધારે નોકરો કામ કરતા હતા.

આ પેલેસમાં ખુબ મોટું મેદાન છે અને ઘોડાઓ માટેનો પણ એક મોટો તબેલો બનેલો છે. 9માં નવાબ મન્સુર અલી એટલે કે નવાબ પટૌડીએ તેનું રીનોવેશન કરાવડાવ્યું હતું.

સૈફ-કરીના માટે પટૌડીપેલેસને એક મહેલની જેમ તૈયાર કરાવડાવામાં આવ્યું હતું.આ રૂમ કરીના-સૈફનાં લગ્ન પહેલા જ બન્યો હતો. કરીનાએ પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન સાથે અહીં પોતાનો 35મોં જન્મદિવસ ઉજવ્યો હતો.

હાલમાં તો સૈફ અલી ખાન અને કરીના મુંબઈમાં તેના પુત્ર તૈમુર સાથે રહે છે. હાલમાં જ સૈફ હિટ શો નેટફ્લિક્સનું શૂટિંગમાં વ્યસ્ત છે. તો કરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ,વિકી કૌશલ, આલિયા ભટ્ટ,અનિલ કપૂર,જ્હાન્વી કપૂર,અને ભૂમિ પેડનેકર સાથે ઝળકશે।

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.