દિલધડક સ્ટોરી નારી વિશે

મંજીતા વણઝારાનું સરાહનીય કાર્ય, એક પુત્રી બનીને પુત્રોના મારથી પીડિત વૃદ્ધ 80 વર્ષના માતાને દત્તક લીધા- વાંચો પુરી સ્ટોરી

આજે ઘણા લોકો પોલીસની કામગીરીથી અનેક સવાલો ઉભા કરતા હોય છે. પરંતુ જયારે કોઈ પોલીસ માનવતાની કાર્ય કરે તો તે પણ સરાહનીય કાર્ય છે. થોડા સમય પહેલા મોરબીમાં એક પોલીસકર્મીએ વરસાદમાં પાણીમાં પોતાના જીવની પરવાહ કર્યા વગર બચાવીને સરાહનીય કામગીરી કરી હતી. ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કુપુત્રો સામે લાચાર થઇ ગયેલી એક વૃદ્ધ માતાને એક દીકરીએ દત્તક લીધા છે. ત્યારે આજે સાબિત થઇ શક્યું છે કે દીકરી સાપનો ભારો નથી.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડગામના 80 વર્ષના વૃદ્ધ સીતાબા બારોટ પતિના મૃત્યુ બાદ તેના 2 કપાતર પુત્રોને 6 વીઘા જમીન પર જ નજર રાખી બેઠા હતા. સીતાબા આ જમીન પુત્રોના નામે ના કરતા તે અસહ્ય મારમારી જમીન પોતાના નામ પર કરવા માંગતા હતા. સીતાબા પુત્રોનો માર ખાધા બાદ વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા ગયા હતા.

Image Source

જેને પોલીસે કહ્યું હતું કે. પહેલા જામીનદાર લઈ આવો ત્યારબાદ જ ફરિયાદ નોંધાશે એવી વાત કરી વૃદ્ધાને કાઢી મુક્યાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે સીતાબા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચ્યા હતા. જ્યાં તેને ફરજ પરના કર્મીને કહ્યું હતું કે, કા મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આપનાર સીતાબાએ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળવાની જીદ કરી હતી. મંજીતા વણઝારા મળ્યા હતા.

મંજીતા વણઝારા પાસે જીદ કરી હતી કે તેને વૃદ્ધાશ્રમમાં મુકી જાય,જો તે ઘરે જશે તો તેને પુત્રો મારશે તેવી બીક છે. તેથી મંજીતાએ આ વૃદ્ધને હૂંફ આપી વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. મંજીતા વણઝારાએ પુત્રો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ સાંત્વના આપી હતી. તો બીજી તરફ મંજીતા વણઝારાએ સીતાબાના 1 વર્ષની એડવાન્સ ફી પણ ભરી દીધી હતી.

Image Source

આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, બા પુત્રોના મારથી બહુ જ ગભરાઈ ગયા હતા. સાચે જ બા બહુજ હેરાન છે. તેમની વૃદ્ધાશ્રમમાં રહેવાની ઈચ્છા પૂર્ણ કરી કોઈ પણ સમયે તકલીફ પડે ત્યારે ત્યારે પોલીસે અધિકારી તરીકે નહિ પરંતુ એક દીકરી તરીકે તમારી સાથે છું તેવી આશ્વાસન આપ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App