ખબર

ત્રણ MDએ કેસ ગણાવ્યો ફેલ, આખરે ગામમાં આવ્યા અને કરાવી સારવાર, ત્રીજા જ દિવસથી થવા લાગ્યા રિકવર

ત્રણ-ત્રણ MD ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, 80% ફેફસાં ક્ષતિગ્રસ્ત હતા તો પણ આ સરકારી હોસ્પિટલે 5 દિવસમાં દર્દીને ઉભા કરી દીધા

કેટલાક લોકો સરકારી હોસ્પિટલે લઇને તેમના મનમાં અલગ જ છાપ ઊભી કરી દે છે, ઘણા લોકો તો એવું વિચારે છે કે સિવિલ હોસ્પિટલમાં જાવ એટલે દર્દી જલ્દી સાજા ના થાય, આ ઉપરાંત પણ અનેક મનમાં ધારણા કરેલી હોય છે.

પરંતુ તમને જણાવી દઇએ કે, સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને સાધનો તેમજ એક્સપર્ટ્સ ડોક્ટરો ઘણા એવા દર્દીને સાજા કરી દે છે, જેની આશા પણ ના હોય. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા સામે આવ્યો હતો. જે સાભળીને કદાચ તમને વિશ્વાસ નહિ થાય.

જસદણ નજીક આણંદપુર ગામના ચંદ્રાબેન ખાચર કોરોના સંક્રમિત થઇ ગયા હતા અને તેઓને કોરોનાનું સંક્રમણ વધી ગયુ હતુ, તેમનો સીઆરી 272 અને ડી ડાયમર 422 તેમજ સીટી સ્કેન 18 આવતો હતો. તેમને ગંભીર હાલતમાં રાજકોટમાં બેડ ન મળ્યો અને તેમને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા.

તેમને ત્રણ ડોક્ટરોએ કહ્યુ કે આ બેનને સારુ નહિ થાય અને અંતે પરિવારજનો તેમને વીરનગર ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે લઇ ગયા અને તેઓએ કહ્યુ કે હવે તો જીવવું પણ અહીં અને મરવુ પણ અહીં. ડોક્ટરની સારવાર અને ચંદ્રાબેનના મનોબળને કારણે તેઓ આ જંગ જીતી ગયા, તેઓએ સહેજ પણ હિંમત હારી નહિ અને તેઓને ત્રીજા દિવસથી પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યા, તેમજ 12 દિવસની સારવાર પછી તેઓ સંપૂર્ણ રીતે સાજા થઇ ગયા અને 1 મેના રોજ તેઓ તેમના ઘરે પણ પહોંચી ગયા.