રાજકોટમાં 8 વર્ષના બાળકનું દર્દનાક મૃત્યુ, પરિવારજનો બાળકને દવાખાને લઇ જવાના બદલે અંતિમવિધિ કરવા સ્મશાને પહોંચતા રહસ્ય ઘેરું બન્યું

રાજકોટમાં 8 વર્ષના બાળકનું દર્દનાક મૃત્યુ, પરિવારજનો બાળકને દવાખાને લઇ જવાના બદલે અંતિમવિધિ કરવા સ્મશાને પહોંચતા પોલીસે મારી એન્ટ્રી, જુઓ પછી શું થયું

ગુજરાતમાંથી ઘણીવાર મોતના ચકચારી કેસ સામે આવતા રહે છે. ઘણીવાર નાની ઉંમરમાં બાળકોના મોત ચોંકાવી દેનારા હોય છે. ત્યારે રાજકોટમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે બધાને હચમચાવી નાખ્યા છે. રાજકોટના રૈયાધારમાં 8 વર્ષિય બાળકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ બાળકનું મોત અગમ્ય કારણોસર બેભાન અવસ્થામાં જ થયુ હતુ. બાળકના મોત બાદ પરિવાર બારોબાર અંતિમવિધિ કરવાની તૈયારીમાં હતો. ત્યારે જ પોલીસ સ્મશાને દોડી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના રૈયાધારમાં મચ્છો માની ડેરી સામે રહેતા હરભમભાઇ વીજાણી ઢોર ચરવાનું કામ કરે છે. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે, જેમાં તેમનો એક 8 વર્ષિય બાળક હાજા વીજાણી ગઇકાલના રોજ બપોરે ઘર પાસે રમતો હતો અને ત્યારે તેને કાંટો વાગ્યો છે તેવું કહેતા કહેતા તે ઘરમાં આવ્યો હતો, જે બાદ તેના પિતાએ તેને સૂવડાવી દીધો અને સાંજના સમયે તેને ઉઠાડવા છત્તાં તે ઉઠ્યો નહિ.

જે બાદ તેનું મોત થયું હોવાની જાણ થતા પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલે લઇ જવાના બદલે મૃતદેહને અંતિમ વિધિ માટે સાંજે સાત વાગ્યા આસપાસ સ્મશાને લઇ ગયા હતા. ત્યાં હાજર કર્મચારીને વાતની જાણ થતા તેમણે તાત્કાલિક યુનિવર્સિટી પોલીસને જાણ કરી અને બાદમાં પોલિસ ત્યાં આવી અને બાળકના મૃતદેહનો પોસ્મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Shah Jina