કમ્પ્યુટર ગેમ રમીને કમાણી: આ 8 વર્ષનો ટેણીયો બની ગયો ૨૪ લાખ રૂપિયાનો માલિક

આજકાલ બાળકોને મોબાઈલ અને મોબાઈલની અંદર ગેમ રમવા માટે જોઈએ. જો કોઈ નાનું બાળક આપણા હાથની અંદર ફોન જોઈ લે તો પહેલા જ પૂછી લેશે કે “તેમાં ગેમ છે ?” અને જો આપણે હા પાડીએ અને આપી દઈએ પછી તો ફોન મૂકવાનું જ નામ ના લે. ત્યારે ઘણા લોકો કહે છે કે ગેમના કારણે બાળકો બગડી પણ જાય છે.

Image Source

પરંતુ આ દરમિયાન અમે તમને એક 8 વર્ષના એવા બાળક વિશે જણાવીશું જેને કમ્પ્યુટર ઉપર ગેમ રમીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. બાળકોને મોટાભાગે ઓનલાઇન ગેમ રમવાનું વધારે  પસંદ આવે છે એમ જ આ બાળકે પણ કમ્પ્યુટર ઉપર ઓનલાઇન ગેમ રમવાની શરૂઆત કરી અને જેનાથી તેને 24 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Image Source

માનવામાં ન આવે પરંતુ આ હકીકત છે. આ બાળકનું નામ છે જોસેફ ડીન, જે અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તેને દુનિયાનો સૌથી નાની ઉંમરનું બાળક માનવામાં આવે છે કે જે Fortnite game રમે છે. આ ગેમમાં તેના લેવલને જોતા કંપનીએ તેને એક હાઈ સ્પીડ કમ્પ્યુટર અને 24 લાખ રૂપિયા સાઈનિંગ બોનસ આપ્યું છે.

Image Source

જોસેફના માતા-પિતાના જણાવ્યા અનુસાર તેમનો દીકરો માત્ર 4 વર્ષની ઉંમરથી જ Fortnite ગેમ રમે છે. આજ કારણ છે કે તે આ ગેમની અંદર ખુબ જ અનુભવી બની ગયો છે જેના કારણે તે ખુબ જ ઊંચા સ્તરનો પ્લેયર પણ બની ચુક્યો છે.

Image Source

બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે જોસેફના માતા પિતાને જોસેફના કમ્પ્યુટર ઉપર ગેમ રમવાથી પણ કોઈ આપત્તિ નથી. જોસેફની માતાનું કહેવું છે કે, “આ ગેમ થોડી હિંસક છે પરંતુ મને નથી લાગતું કે તેમાં કઈ ખોટું હોય.” તેમને કહ્યું કે “સ્કૂલથી આવ્યા બાદ તેમનો દીકરો બે કલાક આ ગેમ રમે છે, વિકેન્ડ ઉપર થોડી વધારે વાર સુધી તમે છે.” જોસેફની માતાએ એમ પણ જણાવ્યું કે તે હંમેશા મને પૂછીને જ ગેમ રમે છે.

Image Source

જોસેફની માતાએ જણાવ્યું કે તેમનો દીકરો મોટો થઈને ગેમર બનવા માંગે છે. કારણ તેને તેમાં ખુબ જ રસ છે. જયારે તેમને જોસેફને મળેલા પૈસા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તે પૈસા તેના ખાતામાં જ જમા કરાવી દેવામાં આવ્યા છે. જેનો ભવિષ્યમાં જરૂરિયાત પડવા ઉપર ખર્ચ કરવામાં આવશે.

Niraj Patel