લેખકની કલમે

8 વર્ષે માતા-પિતા ગુમાવ્યા – 21 વર્ષે લગ્ન થયા એટલે તે ઘરની વહુ કરતાં કામવાળી વધારે બની ગઈ હતી. વાંચો આ દીકરીની કહાની

નિરાશામાં આશા.ભલે તમે હારી ને થાકી ગયા હોય તો તમને તેમા આશાનીથી કિરણ તો દેખાશે જ….વાત છે કિરણ નામની એક છોકરીની તેને હંમેશાં નિષ્ફળતા મળી છે. પરંતુ તે ક્યારેય હારી નથી ને હાર માની નથી..સૌથી વધારે જો સહનશકતી હોય તો એક સ્ત્રી માં જ હોય છે તે તેણે પુરવાર કર્યું છે.

જયારે કે ૮ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના એક એક્સિડન્ટમાં ખોયા હતા. નાનપણમાં થી જતી મા-બાપ વગરની થઈ ગઈ હતી. ક્યાં જવુ શું કરવુ તેને કંઈ ખબર ન હતી. એવામાં તેના બા દાદા તેને તેમના ઘરે લઈ આવ્યા. બા-દાદા હતા ત્યાં સુધી તેણે દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી બા દાદા ના મૃત્યુ પછી તે તેના મામાના ઘરે રહેવા માટે ગઈ. તેના મામા અને મામી શહેરમાં રહેતા હોવાથી શહેરના ખર્ચા વધારે હોવાથી તેને આગળ ભણાવી ન શક્યા. એટલા માટે તે આખો દિવસ ઘરના કામકાજ કરતી. અને મામાના છોકરાઓનું ધ્યાન રાખતી..

મામા ના છોકરાઓને school લેવા જાય મૂકવા જાય ટયુશન લેવા જાય મૂકવા જાય દરેક પ્રકારની જિમ્મેદારી નુ ધ્યાન રાખતી.. તેને ભણવાનો પહેલેથી જ ગમતું હતું.. એટલે પણ જ્યારે રાત પડે ને ત્યારે તે મામા નાના છોકરાઓની બુક વાંચતી..

કિરણ ગુજરાતી મીડિયામાં ભણેલી હતી પરંતુ તેને અંગ્રેજી શીખવું ખૂબ જ ગમતું હતું. મામાના છોકરાઓને બુકમાંથી તે ધીરે-ધીરે અંગ્રેજી શીખતા થઈ ગઈ. રોજ રાત પડે ને બુક લઈને બેસી જતી. મામાના છોકરા સાથે ભણતા ત્યારે તેમની વાતને ધ્યાનથી સાંભળતી. અને અંગ્રેજી સિખતી… થોડું ઘણું તો તેને અંગ્રેજી શીખી લીધું તેવી રીતે..

ધીરે-ધીરે તેની ઉંમર થવા લાગી. ૨૧ વર્ષની થઈ જાય. લોકોના કહેવાથી મામાએ છોકરાઓ જોવાનું ચાલુ કર્યું. માણસના પોતાના કામમાં બીઝી હોવાથી જે પણ કંઈ છોકરાની વાત આવે તેને હા પાડી દેતાં. તેવામાં એક છોકરાની વાત આવી. છોકરો થોડો ઘણો સારો ફાયદો તો સારી જોબ હતી એટલે મામાએ તેને પરણાવી દીધી.

kiran નાનપણથી જ પોતાના સપનાઓને એક પછી એક દબાવતી ગઈ. તેને બનવાનું સપનું હતું તે પણ તેનું પૂરું ન થયું. kiran ના મનમાં એવું જ મામા શોઘયુ સારું જ હશે એટલે તેને લગ્ન માટે હા પાડી દીધી.લગ્ન થયા એટલે તે ઘરની વહુ કરતાં કામવાળી વધારે બની ગઈ હતી. આ વખતે પણ તેની હિંમત ન હારી જે મળે તે સ્વીકારી લીઘું. તેના સાસુ-સસરાએ તેની ઘર ની જિમ્મેદારી તેના ઉપર સોંપી દીધી હતી. તેનો પતિ પણ તેનું ધ્યાન ન રાખતો. રોજ રાત્રે જયારે ઓફિસથી આવે ત્યારે આવીને સૂઈ જતો. અને કિરણના પત્ની તરીકે ક્યારેય પણ તેને સ્વીકારી ન હતી. kiran જ્યારે પૂછે તો ત્યારે તે કહેતો કે તું મને નથી ગમતી મારા માતા-પિતાના લીધે જ મેં તારી જોડે લગ્ન કરીયા છે.

એક દિવસ કિરણ શાક લેવા જતી હતી ત્યારે તે રસ્તામાં તેના પતિને બીજા અોરત જોડે જોયા. ઘરે આવીને કિરણ જ્યારે તેના પતિને પૂછ્યું તો તેના પતિએ જવાબ આપ્યો કે તું કોણ છુ મને બધુ પૂછનારી… તું તારું કામ કર

આખરે તેણે સહનશક્તિનો અંત આવી ગયો અને તે ઘર છોડીને ચાલી ગઈ.

તે ઘર છોડીને ચાલી ગઈ અને ઘરની બહાર નીકળી ત્યારે તેના મનમાં બહુ જ પ્રકારના સવાલ હતા કે ક્યાં જઈશ ક્યાં રહીશ. મામાના ઘરે ગઈ ત્યારે મામા અને મામીએ તેને ના પાડી દીધી કે છોકરીઓ સાસરે શોભે..

મનમાં નિર્ણય લઈ લીધો હતો કે હું પાછી તો ત્યાં નહીં જવું.. બે-ત્રણ દિવસ એક મંદિરમાં રહીને કાઢ્યા. સવાર પડે અને રસ્તામાં ફરતી અને બધું શોધતી. આખરે તેને ત્યાં અંગ્રેજી કોચિંગ ક્લાસ જોયો. ત્યારે તેને મનમાં નક્કી કર્યું કે મારું અધૂરું સપનું હું અહીં આવીને પૂરું કરીશ. અને તેની પાસે ફક્ત એક સોનાની ચેન હતી તે સોનાની ચેઇન વેચીને તેને અંગ્રેજી કોચીંગ ક્લાસની ફિ ભરી…અને ક્લાસમાં join થઈ, તેના ઉપર લોકો હસ્તાં કે મમ્મીની ઉંમરની બહેન અંગ્રેજી શીખે છે.. પણ તે હિંમત ન હારી.. આખરે તેણે પોતાનું સપનું પૂર્ણ કર્યુ..તે અંગ્રેજી ખૂબ જ સારું બોલતાં શીખી ગઈ હતી..

ત્યાંના બોસ સાથે પણ તેને વાત કરી, તેને ત્યાં જ part ટાઈમ જોબ મળી ગઈ..

હવે તેણે નક્કી જ કર્યું કે હાર માન્યા વગર બધા જ સપના પુરા કરીશ.. ત્યારબાદ તેનું બીજું સપનું હતું.. તેણે પોતાની સેલેરી થી કથક શીખવાનું શરુ કરી દીધું.. તે ખુબ જ સારી કથકની જાણકાર બની ગઈ હતી..

ત્યાર પછી તેને મોટામાં મોટી સ્કૂલમાં English અને કથકના ટીચર તરીકે જોબ મળી ગઈ.. પૈસા ધીમેધીમે ભેગા થતા ગયા અને એક સમય એવો આવ્યો કે તેણે પોતાનું ઘર વસાવી લીધું..
School મા પણ તેનું નસીબ બહુ ના ટક્યું ..

એક છોકરા ના માર્ગ ઈંગ્લીશના સબ્જેક્ટમાં ઓછા આવ્યા.. બાળકે ઘરે જઇને કીધું કે શિક્ષક બરાબર ભણાવતા નથી એટલા માટે ઓછા માર્કસ આવ્યા.. અને વાલીએ સ્કૂલમાં જઈને ફરિયાદ કરી..અને અેક શિક્ષકે પોતાની જોબ ગુમાવવી પડી..

ત્યાર પછી તેણે પોતાના પર્સનલ ક્લાસ શરુ કર્યા અને જે આવક આવતી .. તેમાંથી થોડો ભાગ ગરીબ લોકો માટે પણ રાખતી.. અને પછી તો જે બાળકો પૈસા ભરી શકે તેવી પરિસ્થિતિમાં ના હોય, તેમને ફ્રી માં ભણાવવાનું શરૂ કર્યું. શારીરિક રીતે એક માતા ન હોવા છતાં પણ ૨૫ છોકરા-છોકરીઓ માટે માતા સમાન રિસ્પેક્ટ તેને મળતું હતુ..

તેણે પોતાના સપનાઓની સાથે , બીજાના સપનાઓ ને પણ પૂરા કરવાનો નિર્ણય લઈ લીધો.. તેણે જે ક્લાસ શરુ કર્યા તેનું નામ રાખ્યું dream એકેડેમી.. અહીં આવો અને પોતાના સપના પુરા કરો..

જરૂરી નથી કે જિંદગીમાં દરેક વખતે જીત જ મળે..નિષ્ફળતા પણ ઘણુંબધુ શીખવાડી જાય છે.નિષ્ફળતા મળતાં હારી જવાય છે, નિરાશ થઈ જવાય છે ડિપ્રેશનમાં આવી જવાય છે..

પણ આપણે એ નક્કી કરવાનું છે કે ડિપ્રેશનના સમયમાં ક્યાં સુધી રહેવું છે.. બસ એટલું વિચારો કે એક વર્ષ પછી કે એક મહિના પછી આજે જે તકલીફ છે તે નહીં હોય, બધું જ નોર્મલ રૂટિન થઈ ગયું હશે..
બસ આજે ડિપ્રેશનનો સમય જ તેમાંથી વ્યવસ્થિત રીતે પસાર થવાનું છે. સાથે ચોક્કસ યાદ રાખવાનો છે કે આ સમય ખૂબ જ થોડી ક્ષણો માટે છે..

પછી સારો સમય ચોક્કસ આવવાનો છે , યાદ રાખો દિવસ સારા હોય કે ખરાબ યે દિન ભી લે જાયેંગે..

મુશ્કેલી ડિપ્રેશન કે દુખ આવે ત્યારે યાદ રાખવાનો કે એક મહિના પછી આપણે શું કરતાં હશું..

દુનિયા મા સૌથી વધારે તાકાત એક સ્ત્રી મા છે..

પણ દુઃખની વાત એ છે કે એ સ્ત્રી જ જાણતી હોવા છતાં તે માનતી નથી..

દરેક માતા-બહેનોને ચોક્કસ કહેવાનું, જાણતા કે અજાણતા તમારા ત્યાગથી બલિદાનથી , મહેનતથી જ દુનિયા ઉભી છે.. તો પછી હાર કેમ માની લેવાની હિંમત રાખીને પરિસ્થિતિનો સામનો કરતા શીખો.

બને કે આજે કંઈક એવું બન્યું કે જે તમે વિચારેલું ના હોય, તમે જે ઇચ્છતા હતા તે ફળ તમને ના મળ્યું.. એનો મતલબ એવો નથી કે આપણા નસીબ નથી સારા, કે ભગવાનને આપણી ચિંતા જ નથી.. પણ એનો મતલબ એમ થયો કે આપણે વિચારેલી વસ્તુ કરતાં ભગવાને આપણી માટે કંઈક સારું વિચારેલું છે.. આ વાક્ય સોના ના પત્ર ઉપર લખવાની જરૂર છે..

જે થાય છે તે સારા માટે જ થાય છે..

દુનિયાના બે જ નિયમ છે…
શું પરિસ્થિતિ તમને ગમતી ન હોય તો તેને બદલવા માટે લાયક બનો.. અને જો આપણે તે બદલી ન શકતા હોય તો તેને સ્વીકારવા માટે કાબિલ બનો…

લેખક – નિરાલી હર્ષિત
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks